________________
ઉપગ્રથ*
ડું
પ્રભુએ માણસને ઉત્પન્ન કરીને તેને બુદ્ધિદાન આપ્યું. આ બુદ્ધિ વડે માણસ મેલે છે ખરું, પણ પોતાની ખુદ્ધિથી માણસે ભાષા શેાધી કાહાડી હાય, એનાં કાંઈ પ્રમાણ ઠરતાં નથીઃ પણ જેમ બુદ્ધિ, તેમ ભાષા પણુ, દેવદત્ત છે એવું માનવું યેાગ્ય દેખાય છે. સૃષ્ટિસમયે માણુસની ભાષા એકજ હતી. અંલગ પ્રજા બહુ વધેલી ન હતી, અને સહુ લાક પાસે પાસે વસેલા હશે, તાં લગ તેમની ભાષા એકજ રહી, એ માનવાને કાઈ પશુ અટકાવ નથી. અતિ પ્રાચીન ઈતિહાસના લેખ ઉપરથી જાણુવામાં આવે છે, કે મહાપ્રલયની પૂર્વે અનેક વિદ્યાકળાના શેાધક અને શિક્ષક પ્રગટ થયા હતાઃ કૃષિવિદ્યા, પશુપાળના ધંધા, તબુએ કરવાની કળા, ત્રાંબું ધડવાની કારીગીરી, ગાયનમાં વગાડવાના વાજીંત્ર કરવાની યુત્તિ, નગરા માંધવાની રીતિ, ઈ, શેાધી કાહાડી હતી. પણ અક્ષરજ્ઞાન (લખવા વાંચવાની કળા) તેએામાં તે કાળે પ્રગટયું હતું કે નહિ એ કહેલું નથી. મહાપ્રલય ( ખ્રી, પૂ. ૨૩૪૮ કે ૩૧૫૫+) થયા પછી, કેટલાંએક વ સુધી માનવજાતના બધા લેાક પાસેને પાસે વસ્યા હતા. તેઓમાં પ્રલય પૂર્વની વિદ્યાકળાનું વત્તું એવું કંઈ નાન રહ્યું હેાય; પણ એ જ્ઞાન કેટલું અને કેવું હતું એ કહેલું નથી, અને એને શેાધ અછ લાગ્યા નહિ, પણ એટલું તો દેખાય છે, કે શિપવિદ્યા, ધનુવિદ્યા, કૃષિવિદ્યા, અને કદાચ ધાતુ ધડવાનું જ્ઞાન, એવુ કાંઈ રહ્યું. એવું જણાય છે કે તે કાળે માનવાનું સ્વસ્થાન ઈરાન દેશમાં કાસ્પિયન સમુદ્રની પાસે હશે, અને તાંથી ક્રાત નદીના કાંઠા સુધી કાઈ પ્રાંતામાં હતું. માનવ જાતનું મૂળ સ્વસ્થાન તે છે એવું કહેવાય.
* ટેલરકૃત વ્યાકરણમાંથી.
+ કાળ ગણુન કરનારા એ વિદ્રાનાનાં નામ તરતાં છે: એકનું નામ અશર, અને ખીજાનું હેલ્સ. એએ ભિન્ન ભિન્ન ધેારણથી ગણે છે. એ ધેારણુનું' વર્ણન હું અહિં કરતા નથી, પણ પરિણામ એ છે કે અશરના ગણ્યા પ્રમાણે, જલપ્રલય પ્રી. પૂ ૨૩૪૮ મે વર્ષે, અને હેલ્સના ગણ્યા પ્રમાણે, ૩૧૫૫ મે વર્ષે થયેા.
૫૭