________________
ગ્રંથ પરિચય
ગ્રંથ અને ગ્રંથકારનું સાતમું પુસ્તક ગુજરાતી વાંચક વર્ગ આગળ રજી કરવામાં આવે છે. આ પુસ્તકની ઉપયેાગિતા સર્વત્ર સ્વીકારાઈ છે એટલે એ સંબંધી કાંઈ કહેવાનું રહેતું નથી. ગુજરાત વર્નાકયુલર સેાસાઈટીનાં પ્રકાશના પ્રત્યેક વર્ષે અધિકત્તર પ્રશંસા પામતાં જાય છે એ જોઈ તેના સંચાલકાને સ્વભાવિકરીતે કૃતકૃત્યતા થાય જ. વિવિધ દૃષ્ટિબિન્દુએથી આ સંસ્થા પ્રતિવષ આઠ દસ પુસ્તકા રચાવી પ્રસિદ્ધ કરે છે. ચાલતા સૈકામાં ગુજરાતી લેખન વાંચન તરફ પ્રજાના સદ્ભાવ વધવાથી ખીજા પણ અનેક પુસ્તકો પ્રગટ થાય છે. પરંતુ જે પુસ્તક લખનાર અથવા પ્રકાશક તેનું ખર્ચ મેળવી શકે તેવાં પુસ્તકો સ્વતંત્રરીતે પ્રસિદ્ધ થાય એજ ઈષ્ટ છે. જે પુસ્તકાના લખનાર અથવા પ્રગટ કરનાર વેપારી દૃષ્ટિથી તે પ્રસિદ્ધ કરી ન શકે અને તેની ઉપયેાગિતા હૈાય તેવાં પુસ્તકો ધીરે ધીરે પ્રગટ કરી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવું એ સેાસાઈટીના પ્રકાશનનું એક લક્ષ્યબિંદુ છે. વિવેચક વર્ગ તરફથી જાણવામાં આવે છે કે આ પ્રકાશનાનું આંતરિક મૂલ્ય ચઢતું થતું જાય છે.
ગ્રંથ અને ગ્રંથકારના આ પુસ્તકમાં લેખકેાને લગતી માહિતી હમેશ મુજબ આપેલી છે પરંતુ તેનું પ્રમાણ કાંઈક એવું છે. છ મહત્ત્વના લેખા ગુજરાતી ભાષાને લગતા જે દેદે સ્થળે પ્રગટ થયેલા હાઈ એકત્ર પ્રાપ્ત નહોતા તે આમાં આપેલા છે, જે વડે આ પુસ્તકની મહત્તા વધી છે. તે તેમજ સંપાદક રા. હીરાલાલના પુરા લેખ બંને અમુક દિશા સૂચન કરે છે. અમદાવાદમાં થાડાજ સમયમાં ભરાવાના સાહિત્ય સંમેલનની છાયામાં આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે એના કાંઇક નિર્દેશ એથી થાય છે. વર્ષ દરમિયાન બહાર પડેલાં પુસ્તકાની વર્ગીકૃત યાદી તેમજ સામયિકમાં આવેલા ઉંચીકેાટિના લેખાની સૂચી દર વખત પેઠે વાચકવર્ગોને મા દશ્યક થઇ પડશે. આ વસ્તુ આજ કરતાં આધક કીમતી ભવિષ્યમાં માલમ પડવાની છે એ વાત નિશ્ચિત છે.
આ ગ્રંથમાં આપેલા ગુજરાતી ભાષાને લગતા લેખાનું મહત્ત્વ આપ્યું આંકવાની જરાપણ ઇચ્છા નથી, છતાં પ્રતિવષ જે નવીન આકર્ષીક વસ્તુઓ