________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે.
પરિષદ તે વિષે પુખ્ત વિચાર કરી, યોગ્ય નિર્ણય પર આવે, એટલું જ નહિ પણ જે કાર્યક્રમ યોજે તે મુકરર સમયમાં પૂરું થવા પામે.
કર્મવીર પુરુષ તરીકે જેમની ખ્યાતિ બંધાયેલી છે, જેમને માત્ર કાર્ય પસંદ છે; અને કાર્યમાંજ અચળ શ્રદ્ધા ધરાવે છે, એ આ સંમેલનની બીજી બેઠક મળતાં સુધી તેના સુકાની રહેશે.
એ વિશ્વવંદ્ય વિભૂતિ પાસેથી, સંમેલનના પ્રમુખ તરીકે, એટલી આશા આપણે રાખીશું કે ગુજરાતી સાહિત્યની ખામીઓ, દોષ અને જરૂરિયાત સંબંધમાં સાહિત્ય સંમેલન જે તે નિર્ણય ઉપર આવી તે અમલમાં મૂકાય અને મુકરર વખતમાં પૂરે થાય એ એકાદ કાર્યક્રમ નિયોજશે.
“સાહિત્ય સંમેલન–અમદાવાદમાં રજુ કરેલ નિબંધ.