________________
ગજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ
સાધન સાહિત્ય પ્રાપ્ત થતાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચાવવાનું કાર્ય અઘરું થઈ પડશે નહિ.
પ્રાંતિક સ્વરાજ્ય અમલમાં આવતાં, એ એક ભય ઉભું કરવામાં આવ્યો છે કે એકબીજા પ્રાંતો વચ્ચે કેટલીક ખોટી હરિફાઈ થવા પામશે; આપણે એ ભીતિ પ્રતિ ઝાઝું લક્ષ આપીશું નહિ; તે ભય અસ્થાને માનીશું; પણ આપણું જે પ્રજાકીય ઐક્ય છે; જે પરસ્પરનો પરિચય અને સંબંધ છે, તેને દઢતર કરવા, ગાઢ બંધનોથી જોડવા, તેના એક માત્ર ઇલાજ તરીકે, તે પ્રાંતના ભાષા સાહિત્યથી વાકેફ રહીએ, એ મહત્વનું છે. તે પરસ્પર જોડનારી સાંકળ નિવડશે; અને એથી બીજે લાભ એ થશે કે આપણું ભાષા સાહિત્ય તે દ્વારા સમૃદ્ધ થશે.
આપણું સાહિત્યમાં નવી નવી, સ્વતંત્ર અને મૌલિક કૃતિઓ રચાય, તેથી આપણે જરૂર અભિમાન ધરીએ; પણ બીજી રીતે ભિન્ન ભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ કૃતિઓના તરજુમા આપણે આપણું સાહિત્યમાં પ્રાપ્ત કરીએ, એ ઓછું ઉપયોગી કાર્ય નથી.
તે સંબંધમાં છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયાસ કરવામાં આવે તેનાં કરતાં સાહિત્ય પરિષદ એક સમિતિ નીમે, તે, એ પ્રશ્નને જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરી, એક યાદી તૈયાર કરે એ વધુ પસંદ કરવા જેવું છે.
હંસ માસિક દ્વારા હાલમાં જૂદી જૂદી ભાષાઓમાં છપાતા લેખને પરિચય કરાવવા પ્રયત્ન ચાલુ છે, તે આવકારપાત્ર છે; પણ જે તે ભાષાના સર્વે શ્રેષ્ઠ લેખકોની ઉત્તમ કૃતિઓનો સ્વભાષામાં તરજુમો વાંચવાને લાભ મળે એ ધોરણ જ ઈષ્ટ છે.
લિપિ સુધારણાને પ્રશ્ન અત્યારે ચર્ચાઇ રહ્યા છે તેનો વ્યવહારુ ઉકેલ આવતાં, એ લિપિમાં પરપ્રાતિય સાહિત્ય, વાંચવાને મહાવરે પડે, સુગમતા થશે અને તે હે લાભ છે.
તથાપિ સાહિત્યના એક વિભાગ તરીકે ભાષાંતર સાહિત્યનું મૂલ્ય છે અને તેની જરૂર ઉભી રહેવાની જ.
પ્રસ્તુત લેખનો એક જ આશય છે કે ગુજરાતી સાહિત્યમાં જે ઉણપ જણાય છે તે દૂર કરવા અને તેની જરૂરિયાતોને પહોંચી વળવા, સાહિત્ય
૨૧