________________
' ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ભકતતણું સર્વ; પરંતુ બાપડાં ક્યાં પાપ રહેશે?” કહીને દયાથી નિવાસ કીધે નિજમાં જ એમને શું રંગ તેથી બદલાઈ કાળે થયો હશે પાવનકારી દેહને ? દિશા તણે દેર લઈ બધાંને બાંધી વિનાશે ઘસડી જનાર જે કાળ તેને જાહરે પચાવ્યો. તેથી જ શું કાજળરંગ કાળને આકાશ અંગ પર છવાય ? વા પ્રેમકેરે અવતાર એવી, સ્વાભાર્પણે નિત્ય મચી રહેલી રાધાતણ લોચનતારકાની એકાગ્રતાએ પ્રભુરૂપ ઘેર્યું: તેથી શું સૌન્દર્ય અનાદિ કેરું લેપાઈ તારામણિરંગથી એ બની ગયું શ્યામ છતાંય કેટિ કામે થકી યે અભિરામ આવ્યું? આથી જ જે શ્રીધરરંગ કાળો, તે કે ન લાગે ઘનશ્યામ વહાલો ?
(ગુજરાત)
પૂજાલાલ
સિંધુને
| (શિખરિણી) “અમાવાસ્યા આજે ગગનપથ ચંદા ન નિસરે છતાં શાના સિંધુ ? તુજ શરીર રોમાંચ ઉપડે ? જઈ આજે શાને ખડક પર તું દીપ જગવે, વધાવાને આભે કવણ પગલાં રત્ન ઝગવે?” અમાવાસ્યા જાણું ગગનપથ ચંદા ન નિસર સ્મૃતિ પૂર્ણિમાના મિલન તણી કિડુ ઉર ચડે;
૨૩૨