________________
૧૯૩૫ની કવિતા
આકર્ષણે
(ઉપજાતિ) લાંબા દિને વાદળ બેમ ઘેરે ફિક્કી દિશાઓ ગરબાયેલી રહે; ને ગ્રીષ્મવૃક્ષો ફળભાર થાક્યાં વર્ષાવતારે ઉર રાહ જોતાં. ખેડૂગણે ખેતર સાંતી હાંકે, ને બાળકો માંડવીશીંગ ફલે; બી વાવલે જ્યાં વહુ દીકરી મા, સહામણું પાધર શેરીઓ આ. બીઓ થયાં ઉત્સુક ઊગવાને, સંજીવને કેમળ ગૂગવાને; પૃથ્વી વિષે સ્વત્વ સમર્પણે શું તાજા કરીને તનડાં પ્રફુલ્લે ! ઊંચા નભે શીત હિમાદ્ધિઓમાં સ્વાને સૂતાં મેઘલ બિન્દુઓ જે જાગી જઈ અંતરકંપનીએ સૈ ઊતરે છે મળવા બીઅને. ચૈિતન્યનાં સુંદર 'કર્ષણે જ જગે નવાં જીવનવર્ષ દે.
દેશળજી પરમાર
(કુમાર)
ગુજરાત
(પૃથ્વી) ભમે ભરતખંડમાં, સકળ જેમ ખૂંદી વળી ધરાતલ ઘુમે, ક્યહીં નહિ મળે રૂડી ચેતરી પ્રફુલ્લ કરુ તણી, વિવિધ રંગવષે ભરી, સરોવર, : તરુવરે, જળભરી નદીએ ભળી
૨૨૭