SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ વલ્લભજી હરિદત્ત આચા એએ નાતે વડનગરા નાગર બ્રાહ્મણ, જુનાગઢના વતની; જન્મ સં. ૧૮૯૬ના જ્યેષ્ઠ વદ ૧૨ ને રાજ થયા હતા; પિતાનું નામ હરિદત્ત અને માતુશ્રીનું નામ વિજયકુંવર છે. તેમને પ્રથમ વિવાહ સં. ૧૯૦૨માં વારા ગીરજાશ'કર દેવજીની જ્યેષ્ઠ પુત્રી સાથે થયા હતા; તેમનું મૃત્યુ થતાં ખીજી વારના વિવાહ સં. ૧૯૧૪માં થયેલેા. જુનાગઢની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતના અભ્યાસ શરૂ કરેલા; અહિં કવિતા લખવાના શાખ લાગેલા; અને કેટલાક શ્લોકા પણ રચ્યા હતા. સં. ૧૯૧૭માં પડિત ભગવાનલાલ ઈંદ્રજીને અશાકના શિલાલેખાની નકલ ઉતારવામાં તે મદદ કરતા અને તે બદલ તેમને રૂ. ૧૦/- માસિક ડૉ. ભાઉદાજી તરફથી મળતા. તે પછી તેમની તબીયત બગડી હતી; પણ ધેાધા હવા ફેર જતાં તે સુધરી હતી. તે ગાળામાં વલ્લભજીએ જુનાગઢમાં સ માતાજીના ગરમે, ચંડીપાઠના સારને ગરખા, ચંદ્રહાસ આખ્યાનના દુહા વગેરે કર્યાં હતા. સં. ૧૯૧૯માં પાટણ જવાનું થતાં ત્યાંના શિલાલેખાની નકલ કરી, તે નકલાને પુસ્તક રૂપે બાંધી કર્નલ વેટસનને તે બતાવી હતી, અને ત્યારથી તેમની સાથે સંબંધ બંધાયા હતા. વૈદિક નિધ ટુના શ્લેાકબહુ કાશ તેમજ કેટલાક ગરબ આ વર્ષોમાં લખ્યા હતા. તે પછી જુદે જુદે સ્થળે પ્રથમ શિક્ષક તરીકે તેમણે કામ કર્યું હતું; સં. ૧૯૨૪માં પ્રેસ મેનેજર તરીકે તે નિમાયા; અને નવાબ સાહેબની કૃપા થવાથી તેમની સાથે હરવાફરવાનું ઘણું થતું હતું. સન ૧૮૮૮માં વિકટારીઆ ન્યુબિલિ મ્યુઝિયમમાં તેમની નિમણુંક થઈ હતી; પછીથી એ કુંડના ખીજા કાર્યમાં ઉપયેગ થતાં સન ૧૮૯૨માં વેટસન મ્યુઝિયમ એક્ એન્ટીક્વીટીઝમાં ફેરફારી થઇ હતી. અને તે જગા પર જીવનપર્યંત નાકરી કરી હતી. એ મ્યુઝિયમના સંગ્રહ વધારવા અને વ્યવસ્થિત કરવામાં સ્વસ્થે ઘણા શ્રમ લીધા હતા; અને પ્રતિ વર્ષ કાઠિયાવાડમાં પ્રવાસ કરીને અનેક ઐતિહાસિક અવશેષો પ્રાપ્ત કર્યાં હતા. જે માટે આખું ગુજરાત તેમનું સદા ઋણી રહેશે. તેમની પ્રવાસને ધા કિંમતી છે અને ઈતિહાસના અભ્યાસને તે બહુ ઉપયાગી માલુમ પડશે. એમના એ શેખ-પુરાતત્ત્વ, સંશાધન વગેરેને—એમના પુત્ર શ્રી ગિરિજાશંકરભાઈમાં વારસામાં ઊતરેલા છે, અને એમણે પિતાનું એક પુરાતત્વિદ તરીકેનું નામ અને સ્થાન સારી રીતે સાચવીને, શેાભાવ્યું છે. ૨૧
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy