________________
બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ
રદાર, ઘણું વાયુચક્રશાસ્ત્ર ચર્ચનાર, ઘણા ઈરાન આદિની તવારીખ લખનાર, ઘણું આરોગ્ય અને વૈદ્યકશાસ્ત્રનું ઉપયોગી જ્ઞાન ફેલાવનાર, ઘણા દેશપરદેશના રમુજી એહવાલ આપનારની સાહિત્યોપાસક ટોળામાં ભરતી કરવાને અને ભાષાની એકતા જાળવવાને જરૂર છે. પારસીભાઈઓ ઈગ્રેજીમાં કાબેલિયત મેળવવા જે મહેનત લે છે તે મુબારક છે. પણ તે મહેનતના ફળરૂપે તેમના જ્ઞાનને લાભ ગૃજરાતી બોલનારી સર્વ આલમ એક સરખી રીતે લઈ શકે એટલા માટે પારસી બોલીમાં નહિ પણ ગુજરાતી ભાષામાં તેમના હાથે ગ્રંથો લખાવા ઈષ્ટ છે. અમુક ભાગની કે અમુક કોમની બેલીમાં ગ્રંથ લખાવાથી ભાષાની વિશુદ્ધિ જળવાતી નથી, લેખકટોળામાં ફુટ પડે છે, ને લેખને લાભ સમસ્ત મંડળ લઈ શકતું નથી. આથી સાહિત્યની ભાષાની એકતા અને વિશુદ્ધિ જાળવવા હમેશાં સુધરેલા દેશમાં લેખકે પોતે જ ભાષા પ્રત્યેની પૂજ્યબુદ્ધિથી, સાહિત્ય પ્રત્યેના ગેરવથી, અને સ્વબંધુ પ્રત્યેના પ્રેમથી કાળજી રાખતા જોવામાં આવે છે. બ્રિટિશ દ્વીપોના એક ભાગનો છે કે બીજા ભાગનો, દેશી છે કે વિદેશી, યુરોપને અમેરિકાનો હો, એશિયા ને આસ્ટ્રેલિયાને, ગેર હે કે કાળો, જે કાઈ લેખક ઈગ્રેજીમાં ગ્રંથ લખવા પ્રવૃત્ત થાય છે તે (King's English) એટલે રાજરૂઢ ઈગ્રેજીમાં જ લખે છે. પારસી બોલી મુકી રૂદ્ધ ગુજરાતી ભાષા વાપરવી કંઈ પારસીભાઈઓને મુશ્કેલ નથી. જે વાંચનમાળા હિંદુ મુસલમાને શીખે છે, તેજ પારસીઓ શીખે છે. એ વાંચન માળાથી સુરતી બોલીનું. સુરતીપણું અને કાઠીયાવાડી બોલીનું કાઠીયાવાડીપણું ગયું છે. એ વાંચન માળામાંથી કેળવાયેલા પારસીઓની પારસી બાલીનું પારસીપણું ઘણે ભાગે ઘસાયું છે. પારસીઓમાં મગરૂર થવા જેવું એ છે કે સ્ત્રી શિક્ષણને બહુ સારો ફેલાવે છે. પારસી બાળકીઓ અને હિંદુબાળકીઓ એકજ વાંચન માળા વાંચે છે. આ જોતાં સામયિક અને જાથે સાહિત્યમાં પારસી બેલીના આયુષનો વરતારા, ટુંકે જણાય છે. પણ એ વરતારો સાચો પાડવાનું પારસી લેખક મંડળના હાથમાં છે. પારસી રોજીંદાં પત્રોના માલીકના હાથમાં છે, જ્ઞાન પ્રસારક સભા જેવી સંસ્થાઓના હાથમાં છે. આશા છે કે કેળવાયેલા ઉત્સાહી પારસીભાઈએ જમાનાના ઝોકને માન આપશે.
પારસીભાઈઓ રૂઢ ગૂજરાતી ભાષા વાપરતા થાય, તેની સાથે ગૂજરાતી ભાઈઓએ પણ સાહિત્યની દિશામાં એક અગત્યને
૧૬૯