SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ આદિ કવિ કહી શકાશે નહિ; કેમકે તેમના પોતાનાજ શબ્દોમાં કહિયે, તે તેમનું સુરતસંગ્રામ કાવ્ય અપભ્રષ્ટ નિા' માં એટલે કે અપભ્રંશમાં છે. જેવી રીતે આપણા આ આદિ કવિના ઉત્તમ કાવ્યની ભાષા અપભ્રંરા નામે ઓળખાવ્યા છતાં ગુજરાતી જ છે, તેવી રીતે હેમાચાયની અદાયી ને અપભ્રંશ તે ગુજરાતી જ છે. જેટલે દરજ્જે વૈદિક ભાષા જે સામાન્ય રીતે સંસ્કૃત નામથી એળખાય છે, તે લૈાકિક સંસ્ક્રૃતથી ભાષાશાસ્ત્રીની દ્રષ્ટિએ ભિન્ન છે, તેટલે દરજ્જે અથવા તેથી પણ વિશેષ આ અપભ્રંરા જે પ્રાકૃત નામથી પ્રસિદ્ધ છે તે મજ્જારાષ્ટ્રી આદિ પ્રાતથી ભિન્ન છે. માન્નતનું વ્યાકરણ કલેવર સંત વ્યાકરણનાં મુળતત્વોનું બંધાયલું છે. જે Synthetical stage એટલે સમસ્ત દિશામાં સંસ્ક્રુત છે તેજ દિશામાં નિર્દિષ્ટ પ્રારૢત છે. સંત નાજ રૂપાખ્યાનના પ્રત્યયેા ધસાયલા ધસાયલા માòતમાં કાયમ રહ્યા છે. અપભ્રંશમાં એ પ્રત્યયા છેકાછેક ઘસાઈ જઈ તેમની જગા નવા પ્રત્યયાથી પુરવામાં આવે છે. નામનું પ્રથમના એક વચનનું પ્રાત રૂપ અને ક્રિયાપદનું વર્તમાન કાળનું અંગ એ અપભ્રંશ માં મૂળ બને છે તે તેના ઉપર સમગ્ર રૂપાખ્યાનની ઈમારત બંધાય છે. એ રીતે જેને Analytical stage એટલે વ્યસ્ત દશા કહે છે તેમાં અપભ્રંશ ભાષાને પ્રવેશ કરતી આપણે જોઈએ છીયે. વાસ્તવિક રીતે ગૂજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસવી સનના દસમા અગિયારમા શતકથી ચાદમા શતક સુધીના પહેલા ગુજરાતી ભાષાના યુગ; પંદરમા શતકથી સતરમા શતક સુધીના બીજો ત્રણ યુગ. અને તે પછીનાં શતકાના ત્રીજો. પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. ખીજા યુગની ગુજરાતી જે સામાન્ય રીતે હાલમાં જીતી ગુજરાતીના નામથી એળખાય છે. તેને મધ્યકાલીન ગૂજરાતી કહેવી યેાગ્ય છે. ત્રીજા યુગની ગૂજરાતીને અČચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હાય જ નહિ. પહેલાં પાંચ શતકોની ભાષા ગૂજરાતી છે તેની પ્રતિ સારૂં કાલક્ષેપને ઉપાલ ભ વ્હારીને પણ શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકનાં સાહિત્યને ગેરઈનસાફ થયા છે. કેમકે મધ્યકાલીન ગુજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગૂજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગુજરાતીના તા ધડાજ થવા કેવા ! માતિપતા મેટાં છેાકરાંને ઈનકાર કરી નવાસ ઠેરવે ૧૫૭
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy