________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
છે. એવી રીતે મનુષ્યજીવન ઉચ્ચ કરવાને, દુ:ખને ભાર હલકે કરવાને અને સાત્વિક સુખની સંપત્તિ વધારવાને અભિનયકળા, ગાનકળા, ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્યકળા અને મોટાઈનો દેખાવ ન કરનારી સાદી ગૃહ્ય કળાઓનું વિવેચન વળી અન્ય વર્ગો કરે છે. આ ઉપરાંત આવો જ આડકતરાતો સંબંધ ઉંચી કેળવણીમાં સર્વત્ર દેશી સાહિત્યને સ્થાન આપ-વાની અને સામાન્ય વર્ગમાં ઉપયોગી રસાયનાદિ વિદ્યાનું સામાન્ય જ્ઞાન ફેલાવવાની ચર્ચા સાહિત્ય સાથે ધરાવે છે. પરિષદ જે સાહિત્યના વિકાસ માટે ઉઘુક્ત છે, તે ગૂજરાતી સાહિત્યને
આરંભ પાંચસે વર્ષ ઉપર થયો એમ સામાન્ય આરંભ કયારથી? રીતે મનાય છે. સર્વે ભાષામાં કાવ્ય સાહિત્ય
પહેલવહેલું ખેડાય છે, તે પ્રમાણે આપણું ભાષામાં પ્રથમ કવિતા જ લખાયેલી બહુધા મળી આવે છે. ગૂજરાતી ભાષામાં આદિ કવિનું નામ નરસિંહ મહેતાને સર્વાનુમતે અપાય છે. વિશેષમાં એમ પણ માનવું છે કે એ રસિક નાગરકવિના સમય પહેલાનું સાહિત્ય તે પ્રાંત કે સર્જરા સાહિત્ય, ગૂજરાતી સાહિત્ય નહિં. આ રીતે એ ભક્તરાજનું નામ કવિઓની કાલાનુપૂર્વ દર્શાવવામાં જ નહિ પણ ભાષાઓની મર્યાદા બાંધવામાં પણ કામે લગાડાય છે. અત્યાર સુધીમાં જે જૂજ શેધખોળ થઈ છે તેમાં નરસિંહ મહેતાની પૂર્વે થયેલા કોઈ સમર્થ કવિનું નામ મળી આવ્યું નથી, કે જે એમને આદિકવિના સ્થાનથી ઉથલાવી પાડે. પરંતુ ભાષાની બાબતમાં તે કહેવું જોઈએ કે ઈસવી સનના પંદરમા શતકની મર્યાદા જે બંધાયેલી છે તે ચારસેં પાંચસે વર્ષ અથવા કદાચ તેથી પણ બે એક સદી વધારે પાછી હઠાવવી પડશે. કોઈ કહેશે કે તમે તે ભીમદેવ અને સિદ્ધરાજના સમયની વાત કરે છે; પણ હેમાચાર્ય જ તે સમયની ભાષાને એમની અષ્ટાધ્યાયીમાં સર્જા નામ આપે છે. એ કહેવું ખરું છે. પણ શ્રદ્ધા નામથી ભૂલા ખાવા-નો નથી. જે નામથીજ દોરાઈયે, તે અખાની વાણીને ગૂજરાતીએ નહિ, સમvāરા નહિ, પણ બાત કહેવી પડશે; કેમકે વેદાંતી કવિ પિતેજ તેને પ્રાકૃત નામ આપે છે. ભાલણ ને પદ્મનાભ પણ કાદંબરી અને કાન્હડદે પ્રબંધ કારમાં લખ્યાનું જણાવે છે. એ કાવ્યોની ભાષા માtrી, શરની, માથી કે પૈરવી છે નહિ, પણ ગૂજરાતી જ છે, કેવળ નામ ઉપર આધાર રહેતો હોય, તે નરસિંહ મહેતાને ગુજરાતીના
૧૫૬