________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
પુરી પાડેલી છે. અને દરેક જણ પિતાના મહાકાર્યમાં ઉત્તમ નિવડ્યા છે. આજ સુધી કવિતાના વિષય માત્રમાં ધમ અને ભક્તિના પ્રવાહ એકલાજ જોવામાં આવતા હતા. તેના કરતાં તે બાંધી હદના દર્શનને સ્થાને આ નવા યુગમાં કાંઈ વિશેષ દર્શન થવા માંડેલું જોઈ આપણને બહુ અનુકુળ પડતી નવાઈ લાગવાનો પ્રસંગ આવે છે. કારણ કે હવે આ દેશમાં કવિતાની ઈમારત પોતાના સ્વતંત્ર પાયા ઉપર પહેલવહેલીવારજ બંધાય છે અને આ કવિતા જાતે કૃત્રિમ બંધનેમાંથી આમ મુક્ત થઈ એટલે, મનુષ્ય જાતીની બુદ્ધિઓની અને ભાવનાઓની વિકાસ શક્તિ અને ઉન્નતિ આપવાના પિતાના કર્તવ્યને એ કવિતા હવે આરંભ માંડે છે. ધાર્મિક કવિતા હલકી પાડવાના આશયથી આ કહેવામાં આવ્યું નથી. પરંતુ જાણે કે કવિતાને પિતાને સ્વતંત્ર વિષય કાંઈજ હોયજ નહીં તેવી રીતે જે સ્થાનિક વહેમેએ કવિતાને આ દેશમાં સેંકડો વર્ષો સુધી ફક્ત ધાર્મિક વિષયની માત્ર દાસી જેવી કરી રાખી છે તે લોક હેમેને અસ્ત કરવાના આશયથી ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આ મહાન અને સર્વ માન્ય કવિઓનાં ગ્રન્થ જનસમૂહને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે, તેનું મુખ્ય કારણ એવું છે કે, ઉપર કહ્યા પ્રમાણે કવિતાના સ્વતંત્ર કાર્યારંભથી જે લાભ મળી શકે એ છે તે કાંઈ નહાને સુનો નથી, Classical Poets Pages 27-28. ભાષાન્તર કરનાર બળવંતરામ બુલાખીરામ ત્રિવેદી,
અખ, પ્રેમાનંદ અને સામેલ, સત્તરમા શતકમાં ગુજરાતી કવિતાની ભૂમિપર પ્રકાશ આપનારા ત્રણ મુખ્ય તારા છે. અને ઉત્તરોત્તર સૈકાના ઈતિહાસથી જણાઈ આવે છે કે ગુજરાતી સાહિત્યના આખા ઈતિહાસમાં આ ત્રણ જ કવિઓએ ધર્મ વિષયના કેવળ દાસત્વ શીવાયની શુદ્ધ અને સ્વલક્ષણવતી કવિતા લખી છે. આ દેશની પ્રજાનો સુલેહ અને આબાદીએ હજી વધારે વિકાસ થવા દીધો હત તે આ કવિત્રિપુટીએ અને પ્રેમાનંદના સાડત્રીસ શિષ્યોએ જે પદ્ધતિ પર કાવ્યની અભિવૃદ્ધિ કરી તે પદ્ધતિ જનસમૂહની પ્રકૃતિને આરોગ્ય અને વીર્યવત્તા આપવામાં કાંઈ થોડી સાધનભૂત ન થાત, અને અર્વાચીન ગુજરાત દેશમાં હાલ જે જાતની પ્રજાઓ વસે છે તે કરતાં વધારે બુદ્ધિ શુદ્ધિવાળા અને લક્ષણવાળા જીવો ઉદય પામ્યા હતા. પરંતુ દેવે તેથી ઉલટું જ ઈચ્છયું, બાદશાહ શાહજાનને અમલ પૂર્ણ થ, ને ઔરંગઝેબનું તખ્તનશીન થવું-આ બે બનાવ જાતે જ વિનાશકારક હતા એટલું જ નહી પણ તેની સાથે સાથે મરાઠાને લુટારા ટેળાંનુ અભ્ય
૧૪૮