________________
ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન
પાંચમે ભાગ–દયારામઃ દેવરહસ્ય-નરસિંહ પછી દયારામમાં જ; અધ્યાત્મ-અલ્પ; દેવકથા વિસ્તારવાળી તેમ તનખા જેવી, બે જાતની, પણ માનુષી વૃત્તિઓથી ઉભરાતી, છતાં પણ પ્રેમાનંદના જેવા માનુષી હૃદયના ઉચ્ચ અને સ્થાયી વિકારોની પ્રતિષ્ઠાને સટ નિરંકુશ અને ઉછળતા ક્ષણિક વિકારોની પ્રતિષ્ઠા એ પોતાની શક્તિ; વૈરાગ્ય અને ભક્તિ શુદ્ધ, પણ મનુવ્યહુદયની નિર્બલતાને સ્વીકારીને તેમાંથી ઉદ્ધાર માગવા હરિશરણ; નરસિંહ અને મીરાંનાં હૃદયમાં વિશુદ્ધિના બળથી પ્રભુ સાથે ઐક્ય.
ઉપર કહી ગયા છીએ તે પ્રમાણે જોતાં જણાશે કે ગુણ અને પાપમાં ઈષ્ટદેવેની વૃદ્ધિ થતી જાય છે એ “ભ્રમણશાંતિ” નું સ્પષ્ટ ચિહ્ન ફુટ થાય છે, જુઓ પરિશિષ્ટ પાનું. ૨૭-૨૮.
ઉપસંહાર, - પાંચ પરાઈઓ નાંખી ઉચે ઉગેલો ગુજરાતી પ્રાચીન સાહિત્યને વૃક્ષ આમ સમાપ્ત થાય છે. તે પછીનું હાલની વિદ્યાનું–અર્વાચીન સાહિત્ય એ જ વૃક્ષમાંથી બીજી વડવાઈઓ પેઠે નવી ભૂમિમાં મુળ નાંખી ઉગે છે. એ નવી ભૂમિ સાથે એક પાસેથી અને પ્રાચીન વૃક્ષ સાથે બીજી પાસથી જોડાયેલા વડવાઈઓરૂપે વિસ્તાર પામતા આપણા અર્વાચીન સાહિત્ય વૃક્ષની સ્થિતિ સુપ્રસિદ્ધ છે અને તેને માટે આજ અવકાશ નથી, પણ જે પ્રાચીન વૃક્ષ સાથે એ નવીન વૃક્ષ જોડાયેલો છે તે વૃક્ષની સુસ્થિતિ ઉપર નવા વૃક્ષની સુસ્થિતિને પણ આધાર છે. માટે પાંચ વર્ષથી પાંચ પિરાઈઓ નાંખી ઉગી નીકળેલા આપણા પ્રાચીન સાહિત્યના રસથી આપણે ભોમીયા થઈશું, તે જ તેના રસાયણને ઉત્તમ લાભ પામીશું.
એ પ્રાચીન વૃક્ષની ભૂમિ રજપુત રાજાઓના કાળના કેવા કેવા સમર્થ સંસ્કૃત ગ્રન્થથી બંધાઈ હતી, અને એ ભૂમિમાંથી આપણું આદિ કવિઓએ કેવી રીતે બીજ અને પિષણ લીધાં છે, તે નરસિંહના દષ્ટાંતથી આપણે જોયું. એ આદિ કવિઓને સાહિત્યમાં રહડેલાં તત્વ-કથાભાગ, રસભાગ, રહસ્યભાગ, અને જ્ઞાનભાગ, થડમુળમાંથી હડતા રસ પત્રપુષ્પાદિકમાં રહડે તેમ આપણું પ્રાચીન સાહિત્યની છેલ્લામાં છેલ્લી પેરાઈઓમાં અને તેમનાં અંશોમાં રહડ્યા છે તે આપણે જોયું. આપણી અર્વાચીન વડવાઈએ ભલે નવી ભૂમિમાં પ્રવેશ કરે પણ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષમાંથી જ સતત ધારારૂપે ચાલ્યું આવશે તો જ તે આપણા લેકનાં
૧૪૫