________________
ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દશન
રાસલીલા-નરસિંહનાં અધ્યાત્મ પદ્મ
""
રાસલીલાને અન્તે ભાગવતકાર પૂર્વપક્ષ કરી પૂછે છે કે ગાપીએ કૃષ્ણ સાથે રાસ રમવા આખી રાત ગઈ હતી તેમના સ્વામીએએ તેમની અસૂયા કેમ ન કરી?” તેના ઉત્તરમાં તે સમાધાન કરે છે કે એ સ્વામી-એએ તે પાતાની સ્ત્રીઓને પેાતાની પાસે જ દીઠી છે, એટલે ગઈ દીડી નથી તે। અસૂયા શાની થાય? અર્થાત્ ગેપીએનાં સ્કુલ શરીર તેમનાં સ્વામીએ પાસે જ રહેલાં હતાં અને તેમને વ્યભિચાર–દોષ થયા ન હતા; માત્ર તેમનાં સુક્ષ્મ શરીર શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમવા ગયાં હતાં, અને એ કૃષ્ણે તે ગેાપીએનાં તેમ તેમના સ્વામીએનાં સર્વનાં હૃદયમાં અધ્યક્ષ હતા, અને તેમની સાથે સમાગમ પામેલાં ગેપીએનાં સૂક્ષ્મ શરીરને એ રાસલીલાને સમય તે “બ્રહ્મરાત્રિ” તે સમય હતેા. અન્ય ભૂતાની નિશાને કાળે આ ગેાપીઓના આ જાગર–કાળ તે તેમની બ્રહ્મરાત્રિ, વલ્લભપન્થમાં પુરુષા પ્રતિજ્ઞા લે છે કે ‘હું વ્રજની ગોપી છું’' તે આવી રીતની બ્રહ્મરાત્રિના આવા ભક્તિરસના રાસને ઉદ્દેશીને કહેવાય છે, અને નરસિંહને “સુરતસગ્રામ' પણ એ જ બ્રહ્મરાત્રિની સુક્ષ્મ શરીર ભાવનાઓને ઉદ્દેશે છે.
,,
નરસિંહના અધ્યાત્મપદની સ`ગતિ કરીયે છીયે ત્યારે તેના આવા આશય સ્પષ્ટ થાય છે ‘નિર્ગુણ નાથને નીરખી નવ શકા, સગુણ સુરતી ત્યારે કેમ જાણે ?” એ પંક્તિમાં કવિ સ્પષ્ટ કહે છે કે નિર્ગુણનાથના અધ્યાત્મ જ્ઞાન થયા પછી તેના સ્વરુપ–પ્રત્યયના દઢીકરણ માટે ‘‘સગુણુની સુરતી” અર્થાત્ ભક્તિયેગ છે, અને એ નિર્ગુણની ઉપેક્ષા કરી કેવળ સગુણને સાધનાર તા, કવિના મત પ્રમાણે ચૈતન્ય નિન્દા કરે, જડનું વન્દન કરે, અચેત ભુલ્યા તે ભિન્ન ભાવ આણે.” એ નાથ ક્યાં છે એ પ્રશ્નના ઉત્તરનાં કવિ કહે છે કે “ક્ષેત્રમાં નાથ છે” અને તે ઉત્તરમાં છાન્દોગ્ય ઉપનિષા વર્ષે સેક ક્ષિનિ પુરુષો દયતે” એ વાકયના આશય છે. એ દનથી એક “અહ્વર અનુપમ મૂર્તિ” ભાસશે. વિશ્વ તેરાસના સંગીતથી ઉભરાયલું ભાસશે, અને “ભાસશે બ્રહ્મ વ્રજવનવેલી’-બ્રહ્મરૂપ વ્રજવનની વેલી આ રાસમાં પ્રત્યક્ષ થશે. વળી યેાગદષ્ટિ પામી કવિ કહે છે કે નીરખ ને ગગનમાં કાણુ મી રહ્યા, તેજ હું તેજ હું શબ્દ લે” ત્યારે “તે જ હું” ના સંસ્કૃત અક્ષર “સોડમ્” સભારી એક બીજા કવિનું વાક્ય સ્મરણમાં આવે છે કે “સાહ' જાપ જપતાં પામે બ્રહ્મને પળમાં યેાગી” એ બ્રહ્મ-એ હરિ–પાસે છે—પાતા
૧૪૧