________________
ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન
લગભગ પચાસ વર્ષ સુધીમાં તો જનસાહિત્ય પણ લગભગ શાંત થઈ રહ્યું. અનેક બં, ઈડર અને સોમનાથ ઉપર મુસભાન સરદારની રહડાઈ, તૈમુરલેને આખા હીંદુસ્થાનમાં વર્તાવેલો ભય-કમ્પ, અને અંતે ગુજરાત અને માળવાના સુલતાને વચ્ચેના વિગ્રહ-એ બનાવે ગુજરાતમાં પચાસ વર્ષોમાં ભના વમળ વિસ્તારે છે અને સાહિત્યને કેવળ અસ્ત કરી દે છે.
ભ્રમણયુગમાં સાહિત્ય (ગ) પણ પ્રશ્ન એ ઉઠે છે કે જૈન સાધુઓ જેટલી સાહિત્યધાર ટકાવી શક્યા તેને કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાય ? તેઓ ક્યાં ભરાઈ પેઠા હતા? આના ઉત્તરમાં દન્તસ્થામાંથી એ ઉત્તર નિકળે છે કે તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શેધવાના વમળમાં પડ્યા હતા. વાણીયા બ્રાહ્મણના ઉદ્યોગ અણહીલવાડ પાટણમાં અશક્ય થતાં તેઓ પિતાનાં સર્વસ્વ લેઈ અન્ય સ્થાને શોધવા લાગ્યા આજના કાળમાં ગુજરાત કાઠીયાવાડમાં અનેક સ્થાનેમાં વાણીયા બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે તેમાંની કેટલીક અણહીલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કેટીશ્વર અથવા કટચકને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણવાણીયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઇષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણ અને નાગરવાણીયાનું મૂળ
સ્થાન વડનગર અને વીસનગર; ઝાળ વાણીયાઓનાં ઝારેલ ગામ અને હિમજા માતા દેશાવળ વાણીયાનાં દીસા અને સિદ્ધધરી; શ્રીમાળી બ્રાહ્મણ વાણીયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી, અને મોઢ બ્રાહ્મણવાણીયાનું મોઢેરા, આ સર્વ જ્ઞાતિઓનાં મૂળ સ્થાન અને ઈષ્ટદેવનાં દેવાલયે અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે, અને રજપુત રાજાઓને આશ્રયે ઉદય પામેલાં ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે, અહમદાબાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી, વગેરે સ્થાને સુધી આ હાસતી ભાગતી જ્ઞાતિઓમાં પ્રસરી ગઈ, પણ ગુજરાત કાઠીયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ યુગ એમને માટે બ્રમણયુગ હતો અને એવા યુગમાં ગડેના આશ્રમમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઈતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારની
૧૩૫