SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ રાખું છું કે એ સર્વ જુદી જુદી લેખન પદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકના ઉદ્દેશનું ગ્રહણ પ્રીતથી કરું છું. અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી મને અનુકૂળ પડતી પદ્ધતિને પક્ષપાત કરી તેને વળગી રહી છું. આવી રીતે મહારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મહારું હદય તે સઉની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચેપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે હડી પડે છે ત્યારે કેટલાક રમનારાઓ બાજીપરનાં દાંતનાં અને લાકડાનાં રમકડાંને રમાડતાં, એ રમકડાં જયપરાજયથી પિતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલે, અસીલને માટે યુદ્ધ કરવામાં, આગ્રહ રાખે છે, અને તે કાલે જ એક બીજાના સ્નેહભાવને હીન કરતા નથી, એક પાસથી તેઓ અસીલને માટે હડે અને બીજી પાસેથી તેમનાં હદય હસી હસી અન્યની પ્રીતિ કરે એવો એ ધંધાને અનુભવ છે. તમે પરસ્પર સાથે પુરા આગ્રહથી ચર્ચા ચલા તેની સાથે જ એ ચર્ચા કરતાં કરતાં પ્રીતિ અને બધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારા હૃદય વધારે વધારે સંધાય, એ કળા તમે પામશે, તે આ સભામાં હૃદયના તાલભંગને સ્પર્શ નહી થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હદય—પ્રીતિ પામી ગયા, એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તે કરી શકશે. એવી પ્રીતિથી થોડે ભાગ-ગુજરાતી સાહિત્ય વૃક્ષના પાંચ પર્વ (પેરાઈએ) મુકવા માંગું છું. ગુજરાતી સાહિત્યનાં ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?– બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોના સાહિત્ય-રાજકીય ઈતિહાસ અને અસર ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે. ને નરસિંહ મહેતાની પેરાઈ નાંખી વધેલું છે તે મુકવા માંગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલનાં વિદ્વાન પુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાના થડ મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન ૧૩૦
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy