________________
ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન
ગુજરાતી લેખનપહિતના વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં પ્રથમ ગ્રાસે મક્ષિક્ષા જેવા થઈ પડે છે એમ છે. કેઇ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તે એટલા થઈ ગયા છે કે સજ્જ યુદું રાત્તિ—એ યુદ્ધમાં પડનારા તે એક બીજાથી રીસાઈ ને જ મેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસાર સુધારાના વિષય, રાજકીય વિષય, ઈત્યાદિ સર્વ વિષયેાની ચર્ચા સાક્ષરવર્ગીમાં સમુદ્રમન્થન જેવું મન્થન પામે છે અને દેવદાનવા જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયેા એક રીતે સાહિત્યના વિષયેા છે ને બીજીરીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયસાહિત્ય, ઈત્યાદિ નામેા જોઈ એ તે વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા આવિષયેાની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના શીવાયના સાહિત્યને જ સાહિત્ય કહીયે તેા ઉક્ત વિષયે સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું, એ ચર્ચામાં ન પડતાં આવા ખાદ્ય વિષયેથી અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે સાપેક્ષ સાહિત્ય કહીશું અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને નિરપેક્ષ સાહિત્ય કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં શાસ્ત્રસાહિત્ય અને કાવ્યાદિક કેવળસાહિત્ય એવા ભેદ સ્વીકારતાં ધણી અનુકૂળતા થશે.
આટલા ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતેા નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરૂં છું. આટલેા મ્હારા આશય ધ્યાનમાં રાખશે તેને મ્હારી સાથે તાલભગતી વાસના નહી થાય.
સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત
હવે આ સભાના યેાજેલા વિષયેામાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખેલું છે એટલે તેના અંતર્વિદ્મના એક પ્રદેશ દૂર રહેલા છે. પર`તુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્ર-આવા તાલલંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું ‘હવણાં” લખું છું, કેાઈ “અહુણાં’” લખશે, કોઇ ‘“હમણાં’’ લખશે, અને કાઈ “અધુના” લખશે. આ મહાન તાલભગ થાય છે, અને
આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરા પુષ્કળ અક્ષર યુદ્ધ કરે છે. “મગજમારી' થાય છે, અને કલેશ અને કલતુ પશુ જાગે છે. આ સવ તાલભ’ગ વચ્ચે હું પાતે એવા
તાલઅન્ય
૧૨૯
૧૭