________________
ગુજરાતી ભાષાનું બંધારણ
છે, પણ, ભાષારચનાનું બેખું ઘણુંખરું એનું એ રહ્યું છે. અપભ્રંશમાં તેમ જ ગુજરાતીમાં આવતાં મૂળ શબ્દોમાંના કેટલાક અક્ષર બદલાઈ ગયા છે અને કેટલાક અક્ષર જતા રહ્યા છે. પ્રત્યયોમાં એથી પણ વધારે ફેરફાર થયા છે, કેટલેક ઠેકાણે મૂળના પ્રત્યય બદલાઈ ગયા છે અને કેટલેક ઠેકાણે પ્રત્યયો અમૂળગા જતા રહ્યા છે. આ પ્રમાણે છૂટક શબ્દોના ઉચ્ચારમાં અને રૂપમાં ફેરફાર થયો છે પરંતુ, વાક્યરચના સંસ્કૃત જેવી જ રહી છે, એટલું જ નહિ પણ શબ્દોમાં રહેલું વાર્બલ પણ સંસ્કૃત જેવું જ બહુધા રહ્યું છે, અર્થાત વિચાર સાથે અમુક પ્રકારે ગતિ કરવાનું જે બળ શબ્દોએ સંસ્કૃતમાં પ્રાપ્ત કરેલું તે બહુધા કાયમ રહ્યું છે. બીજા શબ્દોની સાથે આવા અર્થનો અમુક પ્રકારે ઉદય કરવાનું અને અર્થની છાયા બદલવા માટે પોતાની આકૃતિને વિસ્તાર કે સંકેચ કરવાનું શબ્દોનું બળ સંસ્કૃત જેવું લગભગ કાયમ રહ્યું છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલી બધી ભાષાઓમાં આ વાક્યરચના અને આ વાબળ જળવાયાં છે, અને, એ ભાષાઓના પરસ્પર ભેદ માત્ર અક્ષરોના અને પ્રત્યયોના ફેરફારમાં રહેલો છે. એમાંથી હરકોઈ ભાષાઓનાં વાક્ય સહેલાઈથી સંસ્કૃતનું તેમ જ એ વર્ગમાંની બીજી ભાષાઓનું દર્શને આપી શકશે. [૬ નઈ થાન તુનિ જાન એ “પૃથિરાજ રાસા” માંનું જુની હિંદી ભાષાનું વાક્ય સંસ્કૃતમાં ના અવળવં જળ એ રીતે મુકી શકાશે અને ગુજરાતીમાં “એ નષ્ટ જ્ઞાન સુણીયે ન કાન’ એમ મુકી શકાશે. સુનિચે જ કાન એ પદ્ય રચનાનું વાર જ સુનિલે જે કાનમાં સુનિશે એવું ગદ્ય થાય ત્યાં પણ સંસ્કૃત કે ગુજરાતી સાથે મળતાપણું કાયમ રહેશે. પરંતુ ઈગ્રેજીમાં Do not listen to this destroyed knowledge (creed) એમ તરજુમો કરતાં ભાષાનું જુદી જ જાતનું બંધારણ નજરે પડે છે. ઈંગ્રેજી વાક્ય રચવામાં do સરખો સાહાસ્યકારક શબ્દ અને to સરખો અન્વય બતાવનારો ઉપસર્ગ સંસ્કૃત વાક્યરચનામાં નથી અને સંસ્કૃત વાક્યરચના પેઠે અંગ્રેજી વાક્યરચનામાં સાંભળવાની ક્રિયા સાથે એ ક્રિયાનું સ્થાન દર્શાવવા “ કાન' શબ્દ મુકાતો નથી, એટલું જ નહિં પણ, શાળામું એવું સહ્યભેદના રૂપનું કૃદન્ત વિધ્યર્થ દર્શાવવા ઈગ્રેજીમાં થઈ શકતું નથી, કાળો જૂ પરથી થયેલાં કુનિ, સુણિયે, એ રૂપ હિંદી અને ગુજરાતીમાં કૃદંત રહ્યાં નથી પણ વર્તમાન કાળના મૂળભેદનાં પહેલાં પુરુષના બહુવચનનાં રૂપ બન્યાં છે, તો પણ
૧૧૧