SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષા એમાં થોડું જેવાં કેટલાંક પ્રાચીન રૂપ છે; તેમજ “નો, “ના', “T પ્રત્યયાત, “થ પ્રત્યયાત અને “ઘ' એવાં અર્વાચીન રૂપે છે. આમ કોઈ પુસ્તક પ્રાચીન ગુજરાતીમાં છે કે કઈ ભાષામાં તે નક્કી કરવું સહેલું નથી. એ ભાષામાં જયપુરી અને માળવી કે અન્ય રાજસ્થાની ભાષાનું મિશ્રણ હોય એ પણ જોવાનું છે. - ઈ. સ. ના ૧૨મા સૈકામાં થઈ ગયેલા હેમચંદ્ર પિતાના “શબ્દાનુશાસન' ના ૮મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે, તેમાં અપભ્રંશ” ના નિયમો આપ્યાં છે. એ અપભ્રંશ ઉપરથી હાલની ગુજરાતી ભાષા ઊતરી આવી છે. શિષ્ટ અપભ્રંશને જૂના વખતમાં “નાગર અપભ્રંશ' કહેતા અને એ “નાગર અપભ્રંશજ ગુજરાતી ભાષાનું મૂળ છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે એ નાગર જ્ઞાતિના નામ પરથી બાલબોધ લિપિનું “નાગરી લિપિ એ નામ પડયું છે. “નાગર અપભ્રંશ” એ નામ પણ નાગર જ્ઞાતિના નામ પરથી જ પડયું હશે એવો સંભવ છે. વિદ્યાના વિષયમાં નાગર જ્ઞાતિ ગુજરાતમાં સર્વ જ્ઞાતિઓમાં પરાપૂર્વથી અગ્રેસર છે. હેમચન્દ્ર જાતે ઉત્તર ગુજરાતમાં રહેતા અને જે અપભ્રંશ ભાષાના એમણે નિયમો અને દાખલા આપ્યા છે તે ભાષા એમના સમયમાં મૃત હશે, તો પણ તે સમયમાં બોલાતી ભાષાનું પ્રાચીન સ્વરૂપ છે એ નક્કી છે. અણહિલવાડ પાટણની વિદ્યાને કંઈ હેમચંદ્ર સાથે નાશ થયે નહિ. એના મરણ પછી લગભગ બસૅ વર્ષે લખાયેલો એક પ્રાચીન ગ્રન્થ માલમ પડે છે, તે જૂની ગુજરાતી ભાષામાં લખેલો માની શકાય. એ ગ્રન્થ તે “મુગ્ધાવબોધ મૌક્તિક” છે. એ વ્યાકરણને ગ્રન્થ છે. સંસ્કૃત વ્યાકરણના વાક્યવિન્યાસ” વિષે ગુજરાતીમાં લખેલો એ લેખ છે. એ ગ્રન્થ ઈ. સ. ૧૩૯૪ માં લખાય છે ને એનો ગ્રન્થકાર દેવસુન્દરનો શિષ્ય હતો. એ લેખ હકીકત માટે નહિ, પણ ભાષાશોધ માટે ઉપયોગી છે; કેમકે હેમચન્દ્ર (ઈ. સ. ૧૧૫૦) અને નરસિંહ મહેતા (ઈ. સ. ૧૪૫૦) એ બેના સમયની વચ્ચે ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી હતી તે એથી જણાય છે. આ રીતે હાલની ગુજરાતી ભાષા કેવી રીતે ઉત્પન્ન થઈ તે જાણવાનાં અવિચ્છિન્ન સાધન મળી આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી આ ક્રમે હાલની ગુજરાતી ભાષાનું બંધારણ થયું છે.
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy