________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ગ્રીક, બેકિટ્રઅન, પાર્થિઅન અને સિથિઅને લોક-(ઈ. સ. પૂ. ૩૦૦ થી ૧૦૦). નાસી આવેલા પારસીઓ અને તેની પૂઠ પકડનારા આરબ (ઈ.સ. ૬૦૦-૮૦૦). સંગનીઅન ચાંચીઆનાં ટોળાં ( ઈ. સ. ૯૦૦-૧૨૦૦), ખુલગુખાને ઈરાનને બેરાન કર્યું ત્યારે ત્યાંથી નાસી આવેલા પારસીઓ અને નવાયત મુસલમાનો (ઈ.સ. ૧૨૫૦-૧૩૦૦), પોર્ટુગીઝ અને તેના પ્રતિસ્પર્ધી તુર્ક લેકે (ઈ.સ. ૧૫૦૦-૧૬૦૦), આરબ અને ઈરાની અખાતને ચાંચીઆ લોકે (ઈ.સ. ૧૬૦૦-૧૭૦૦), આફ્રિકાના, આરબ, ઈરાની અને મકરાણા, ભાગ્યશાળી દ્ધાઓ (ઈ.સ. ૧૫૦૦–૧૮૦૦ ), આર્મીનિઆ, ડચ અને ઇંચ વ્યાપારીઓ (ઈ. સ. ૧૬૦૦-૧૭૫૦), અને અંગ્રેજો (ઈ. સ. ૧૭૫૦ અને પછીથી.)
જમીનમાર્ગે આવેલા લોકો–ઉત્તર તરફથી સિથિઅન અને દૂણ લોકો (ઈ.સ. પૂ. ૨૦૦-૫૦૦); ગુર્જર લેક (ઈ. સ. ૪૦૦-૬૦૦), પ્રથમના જાડેજા અને કાઠી લેક (હાલ કાઠિયાવાડના) (ઈ. સ. ૭૫૦૯૦૦); અફઘાન, તુર્ક, મુગલ અને બીજા ઉત્તરના મુસલમાનોનાં ટોળે-ટોળાં ઉત્તરોત્તર આવ્યાં (ઈ. સ. ૧૦૦૦-૧૫૦૦), અને પાછળના જાડેજા અને કાઠી લોક (ઈ. સ. ૧૩૦૦-૧૫૦૦).
ઈશાન તરફથી, અતિપ્રાચીન આર્યને અને તેમના વંશજો છેક અર્વાચીન સમય સુધી ઉત્તરના બ્રાહ્મણોને અહિં વસવા મોકલતા ગયા (ઈ. સ. ૧૧૦૦-૧૦૦૦); અને તેરમા સૈકાથી તુર્ક, અફઘાન, અને મુગલ મુસલમાનો આવીને વસ્યા છે.
પૂર્વ તરફથી માર્યો લેક (ઈ.સ. પૂ. ૩૦૦), અર્ધી સિથિયન ક્ષત્રિયો (ઇ.સ. પૂ. ૧૦૦-૩૦૦), ગુપ્ત લોકો (ઈ.સ.-૩૨૦), ગુર્જર લેકે (ઈ.સ. ૪૦૦-૬૦૦), મુગલ લોકો (ઇ.સ. ૧૫૩૦), મરાઠા (ઈ.સ. ૧૬૬૦–૧૭૬૦) અને અંગ્રેજ લોકો (ઈ.સ. ૧૭૮૦ અને પછી) આવ્યા.
ગુજરાતની વસ્તીમાં કેવા જુદા જુદા અંશે રહેલા છે તે આથી સમજાશે.
ગુજરાતી ભાષાને પ્રદેશ-ઉત્તર તરફ ગુજરાતી ભાષા પાલલુપુર રાજ્યની લગભગ ઉત્તર સીમા લગણ ફેલાયેલી છે. એ સીમાની પેલી તરફ સિરોહી અને મારવાડ છે, ત્યાં મારવાડી ભાષા બોલાય છે. સિંધમાં પણ ગુજરાતી ઘુસી છે. ત્યાં તે થર અને પારકર જિલ્લાના દક્ષિણ કિનારા પાસે બોલાતી માલમ પડે છે; અહિં પણ ઉત્તર પ્રદેશમાં
૭૨