SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષા સંઘરી રખાયલાં જણાય છે. પંજાબના ગૂજરે જાટ લેક કરતાં વધારે ખૂબસુરત છે, તે પણ ભાષા, દેશ અને ધંધામાં તેઓ તેમને એટલા બધા મળતા આવે છે કે એ બંને જાતે હિંદુસ્તાનમાં એકજ સમયે દાખલ થયેલી જણાય છે. તેમની હાલની વસ્તી ઉપરથી એમ જણાય છે કે જાટ લોકે કરતાં ગૃજર લોકો વધારે પૂર્વ અને દક્ષિણ તરફ ફેલાયા. ગૂજર લોકે અસલ પંજાબ અને સંયુક્ત પ્રાંતમાં સિંધુથી મથુરા સુધી વસ્યા. અહિં તેઓ હજી પણ બીજા લોકો કરતાં ભાષા અને વેશમાં જુદા પડે છે. મથુરાથી ગૂજર લોકો પૂર્વ રજપુતાનામાં ગયેલા જણાય છે અને ત્યાંથી કેટા અને મંડાસરને માર્ગે માળવામાં ગયા. માળવામાં તેમનાં મૂળ લક્ષણોમાં ઘણે ફેરફાર થયો છે, તે પણ આપણું પૂર્વજો દોઆબમાંથી, એટલે ગંગાયમુનાના સંગમ પ્રદેશમાંથી, આવ્યા છે એમ તેઓ હજી પણ યાદ કરે છે. માળવામાં ભિલસા અને સહરાનપુર સુધી પૂર્વમાં તેઓ ફેલાયા. માળવામાંથી તેઓ દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાત પ્રાંતમાં ગયા. ગુજરાતમાં તેઓ ઘણું કરીને રતલામ–દેહદને માર્ગે દાખલ થયા. બીજી તરફ ગૂજરો ઉત્તર દિશામાં ફેલાયા, અને પંજાબની ઉત્તરે હિમાલયમાં અને કાશ્મીરની ટેકરીઓ પર હાલ ભટકતા જણાય છે. જ્યાં ગૂજર લોકે બાકીની વસ્તી સાથે એકત્ર થઈ તેમાં લીન થઈ ગયા નથી, જેમકે પંજાબના મેદાનમાં ( અહીં “ગુજરાત” અને ગુજરાનવાલા” એ બે જિલ્લાનાં નામ એ લોક પરથી પડયાં છે), ત્યાં તેઓ પૂર્વ રાજસ્થાની ” અને ગુજરાતી સાથે નિકટ સંબંધ ધરાવતી, એકજ ભાષાની કોઈક પ્રાંતિક બોલી બોલે છે એ એક જાણવા જેવી બાબત છે. સ્વાટના ગુજરાતી ભાષાનું વ્યાકરણ જયપુરના રજપુતેના વ્યાકરણને ઘણું મળતું આવે છે. ગુજરાતના મથે પ્રદેશની ફળદ્રુપતાને લીધે, અને સાબરમતી, મહી, નર્મદા અને તાપીના જળથી પરિતૃપ્ત અને આક્યતમ થયેલા પ્રદેશની અને સૌરાષ્ટ્રની રમણીયતાને લીધે એક પ્રાચીન સમયથી વિજય મેળવવવાના હેતુથી તેમજ વસવાના હેતુથી પરદેશથી નાસી આવનારાઓ અહિં આવ્યા હતા. દરીઆમાર્ગે ઘણું કરીને નીચેના લકે ગુજરાતમાં આવ્યાપિરાણિક યાદવ, (ઈ. સ. ની પૂર્વે, પ્રાચીન સમયમાં ), યવને ૭૧
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy