________________
સન ૧૯૩૩ ના સાહિત્ય પ્રવાહ
જન્મગાંઠ
: ગુલમકી :
જન્મગાંઠ: કાળના અનંત સૂત્ર પે પડતી
જિન્દગીતણા અનેક આમળાની એક ગાં, રાત્રિ ને અહણાં મહાન ઝૂંડ બાંધનાર વર્ષે કેરી આવતી વળી વળી જ એક ગાંઠ, જન્મગાંઠ,
જીવના પ્રવાસમાં પડેલ એક માનવીની જિન્દગીની એક એ પ્રચંડ ગાંદ,
ત્યાં પડી પ્રભાતમાં,
દિને દિને વધી વધી જડતી અંગ, ચડ બંધ બાંધનાર જન્મગાંઠ,
જન્મગાંઠ, જન્મગાંઠ,
ગાંઠ, ગાંઠ, બંધ, બંધ,
રાચતા મનુષ્ય શું હશે જ જાણી જન્મગાંઠ ?
જન્મવેત આંધી ગાંઠ,
ષ્ટિકેરી માંધી ગાંઠ, ક્લિષ્ટ ગાંઠ માનવીસમાજકેરી,
સભ્યતાની શિષ્ટ ગાંઠ,
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ,
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠે,
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ, અંતરે અનંત ગાંઠ,
એક પે અનેક ગાંઠ,
છેડતા ન, બાંધતા, છુટી જનારી બાંધતા, તુટી જનારી સાંધતા, નવી નવી ઉમેરતા;
સળંગ સૂત્ર,
સ્નિગ્ધ પૂત્ર, તેજથી પ્રદીપ્ત સૂત્ર,
૩૫
૫
૧૦
૧૫
૨૦
૨૫