SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી રૂપાની લગડી ખરીદી જમીનમાં દાટવા લાગ્યા-એટલામાં બળવાખેારાની હારની ખબર આવી. આ બળવા વખતે લેાક મતની અસ્થિરતા સાથે કંઈક સરખાવી શકાય એવા વીસમી સદીના બે ત્રણ પ્રસંગે અહીં સંભારવા મન થાય છે. ૧૯૧૪માં આખા જગતે જ્યારે જંગમાં ઝૂકાવ્યું ત્યારે સામ્રાજ્યને મદદ કરનાર હિંદમાં, આવી જ રીતે લેાકેાના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ત્યાર પછી ૧૯૨૧માં અમદાવાદમાં કોંગ્રેસ ભરાઈ; સ્વરાજના વાવટા ઉડવાની વાત સાંભળી ત્યારે કોઈ અજબ પ્રકારને ઉત્સાહ લોકવાતાવરણમાં વ્યાપી રહ્યા હતા. તે પછીનું છેક તાજું સ્મરણ મીઠા સત્યાગ્રહ અને ના-કર લડતનાં પ્રસંગાનું છે. લેાકેામાં રાજ પ્રકરણી વિષય સંબંધી અજબ વિચાર પરિવર્તન થયું હતું; આ પ્રસંગેાએ નોંધવું જોઇએ કે, લેાકેાના પીઠબળમાં ભારે અંતર હતું: બળવા વખતે અંગ્રેજી ભણેલા જ બળવાખોરાથી વિરૂદ્ધ હતા. ત્યારે આ પ્રસંગેાએ અંગ્રેજી ભણેલાએએ જ મુખ્યત્વે કરીને આ અશસ્ત્ર યુદ્દાના મેારચા માંડયા હતા. નંદશંકર ૧૮૫૪થી ૧૮૫૮ સુધી અંગ્રેજી શાળામાં એસિસ્ટંટ માસ્તર રહ્યા અને પછી પોતે જે શાળામાં ભણેલા તેજ શાળાના મુખ્ય અધ્યાપક થવાને ભાગ્યશાળી થયા હતા. આ વખતે તેમને પગાર અઢીસેા હતેા. પેાતે પહેલા જ દેશી ‘હેડમાસ્તર’ હતા. ૧૮૬૨માં શાળા પહિત જોવા માટે તેમને મુંબઈના એલજ઼ીન્સ્ટન કાલેજ જોવા મેકલવામાં આવ્યા. તે વખતે કાલેજમાં રાનડે, પીરાજશાહ, વિકાજી, વાગલે જેવા આગળ ઉપર પ્રસિદ્ધ થનાર વિદ્યાર્થીએ કાલેજમાં હતા. મુંબઇથી પૂના અને પંઢરપુર પણ એ જઈ આવ્યા. સર થીએડાર હાપ તથા મી. અર્કીનની મમતાને લીધે તેમને સરકારી પૈસે નવા પ્રદેશ, નવા લેાકેા તથા જુદા જુદા સ્થાનની શિક્ષણ પદ્ધતિ જોવાને તેમને અવસર મળ્યા હતા. આ પ્રસંગે જ તેમને લાગ્યું હતું કે મહારાષ્ટ્રીનું ગદ્ય તે વખતે જેટલી શિષ્ટતા પામ્યું હતું તેટલી શિષ્ટતા ગુજરાતી ગદ્યે પ્રાપ્ત કરી નહોતી. લગભગ આ જ અરસામાં અસ્કીંન સાહેબે તેમને વિલાયતની શિક્ષણ પતિ જોઇ આવવા સૂચના કરેલીઃ પરંતુ પોતે કહ્યું છે તેમ મારા વૃદ્ પિતાએ રાવા માંડયુ કે તને વિખૂટા નહીં મૃત્યુ. સાસરાવાળાં પણ જૂના ૨૩૨
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy