SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ન'દશંકર અને તેમના જમાના રાસમાળા' નામથી અંગ્રેજીમાં ઉપજાવી કાઢી પ્રકટ કરી. આનું પ્રકાશન ગુજરાતી લેખકોના જીવનમાં કેટલું ઉપકારક થયું છે તે આગળ ઉપર જોઇશું. લગ્ન પછી બે વર્ષે, પેશ્વાની અને સિખ સલ્તનતની ઊની રાખમાંથી એક જવાળામુખી ફાટી નીકળ્યા. સીપાઈ એના બળવા તરીકે ૧૮૫૭ માં જાગેલા આ તોફાન વખતે નંદશંકરની ઉમર સમજણી હતી. તે વખતે બળવાના સમાચારથી સુરતમાં કેવી અસર થઈ હતી તેનું જવલંત ચિત્ર તેમના કહેવા ઉપરથી આપણે આજે કલ્પી શકિયે છિયેઃ “ઉત્તર હિંદુસ્તાનમાં જાગેલા બળવાની ખબર સુરતવાસીએ જાણી ત્યારે એન્ડ્રુઝ લાયબ્રેરી ઉપર ખૂબ જ ધમાલ પડવા માંડી. શાળામાંથી છૂટયા કે લાગલા જ ત્યાં અખબારામાંથી તાજા હેવાલ જાણવા સ વિદ્યાર્થીએ જવા લાગ્યા. તુર્કી અને મરેઠા–બન્નેથી ગુજરાતને ભારે હાનિ પહોંચેલી, તેથી બન્નેની રાજનીતિ ઉપર ઘણા લોકોને કંટાળેા હતેા. આ અળવામાં રજપૂતાએ ભાગ લીધા નહાતા. કુટુંબની મેટાઇનેા જેમને ખ્યાલ હતા તે સઘળા બળવાખોરોથી દૂર જ રહેલા. એ તેા પેટના ભૂખ્યા માત્ર પુકારી રહેલા. શિવાજીએ હિંદુપત પાદશાહી સ્થાપવા માટે સાધુ રામદાસની આનાથી લઢાઇ ચલાવેલી. ગુરૂ ગાવિંદે ત્રાસને માટેજ મુસલમાન વિરૂદ્ધ નવે ક્ષાત્ર ધર્મ સ્થાપી, શીખ લોકોને હસ્તીમાં આણેલાઃ એકે પેાતાનું આખું રાજ્ય સાધુને અર્પણ કર્યું અને તેને હાથેથી માત્ર થાપણ તરીકે પેાતે સ્વીકાયું: ખીજાએ મુલ્ક ખાલસાને અર્પણ કર્યાં હતા. પરંતુ ૧૮૫૭ના તેમના વારસદાર બળવા આગેવાનામાં આવા ઉચ્ચ આશય નહેાતા. આમ હોવાથી પરરાજ્ય તે પરરાજ્યઃ પણ સડેલા મેાગલા અને લુંટારા મરાઠા કરતાં તેમાં વધારે સુખ જણાતું હતું. તેથી નવી કેળવણી પામેલામાંથી તે સાએ પંચાણું ટકા બળવાખોરાની વિરૂદ્ધ રહ્યા હતા. કેટલાક તેાફાની વાને તે ઉથલપાથલનું ક્રાન્તિ-નામજ સ્વાદિષ્ટ ! એટલે તે હરખાવા લાગ્યા કે હવે લુંટવાનેા સમય આવ્યો. કેટલાક અણુસમજી લેાકેા મરાઠી પુસ્તકા મગાવી ‘કસા કામ” શીખવા, તથા મેાડી લખવા લાગ્યા. મુસલમાન કામમાં ગણ ગણાટ થવા માંડયા કે હવે “દીન” ભગવાને ! જેવું સૈયદ એન્ડ્રુસને ત્યાં ઢાલક વાગ્યું કે હુલ્લડ થવાનું ! મીયાંભાઇએ ભેગા મળી તેમના બાપદાદાની બહાદુરીની બડાઈ હાંકવા લાગ્યા. માલમતાવાળાઓને ભારે પ્રીકર પડી. પ્રેામીસરી નટે તે। નજીવી કીંમતમાં જવા માંડી. ડાહ્યા ખરીદનારાઓ ન્યહાલ થઈ ગયા. લેાકેા સુના ૨૩૧
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy