________________
કરસનદાસ મૂળજી
પરંતુ જે મોટા ગ્રંથથી કરસનદાસ મૂળજીની કીર્તિ વધી તે તે તેમને “ઈગ્લેંડમાં પ્રવાસ” છે. આ પુસ્તક ૧૮૬૬માં પ્રકટ થયું. તે પુસ્તકમાં ચિત્ર મુકેલા હોવાથી તે ઘણું આકર્ષક બન્યું હતું. આ ગ્રંથ કરસનદાસની અવલોકન શક્તિ અને લખવાની છટાના નમુના રૂપ છે. આ પુસ્તકને આશ્રય પણ સારો મળ્યો હતો. તેનું મરાઠીમાં ભાષાંતર પણ થયું છે. આ પુસ્તકમાં પરદેશગમનની જરૂરિયાત વિષે–રાજકીય, સંસારી અને વેપાર ધંધાની સ્વાધીનતા વિષે ચર્ચા કરી છે. તેમજ જે ગુણોથી અંગ્રેજ પ્રજા આગળ વધી છે, તે ગુણોનું વિવેચન પણ તેમાં સારું કર્યું છે. પુસ્તક એવી ખુબીથી લખ્યું છે કે વાંચનારને વિલાયત જવાનું મન થઈ જાય.
૧૮૬૭ની સાલમાં “કુટુંબ મિત્ર” નામનું પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું. આનંદ સાથે જ્ઞાન મળે તે હેતુથી નાની નાની વાર્તાઓ રૂપે, જુદા જુદા વિષયો ઉપર તેમણે અવારનવાર, “સત્ય પ્રકાશ” આદિ પત્રોમાં લેખો લખેલા તેનો આ સંગ્રહ છે. એમાં કુરૂઢિઓની ઘણી મશ્કરી કરી છે તથા આદર્શ ગૃહજીવનનાં ચિત્ર પણ આપ્યાં છે.
આ સમયમાં પાલીતાણાનાં જેને મંદિર સંબંધી ત્યાંના રાજા તથા જેને વચ્ચે કાંઈક મતભેદ પડયા અને કજીયે થયો. જૈનોએ તે સંબંધી દાદ મેળવવા વિલાયત અરજી કરવા નિશ્ચય કર્યો, અને તે કામ સારૂ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ મારફતે કરસનદાસ મૂળઅને વિલાયત મોકલવાનું કર્યું. શેઠ પ્રેમાભાઈયે જેને તરફથી વચન આપ્યું કે તેઓ તેમની સાથે જમણ વ્યવહાર તોડશે નહિ. ૧૮૬૭ ના માર્ચ માસમાં કરસનદાસ બીજી વાર વિલાયત ગયા અને શિયાળો બેસતાં તે પાછા પણ ફર્યા. શેઠ પ્રેમાભાઈએ પિતાનું વચન પાળ્યું હતું અને પોતે તેમની જોડે ભોજન લેવામાં વાંધો લેતા ન હતા.
બીજીવાર વિલાયતથી પાછા ફર્યા બાદ કરસનદાસે કાઠિયાવાડમાં કરી લીધી. તેનું એક કારણ એમ કહેવાય છે કે તેઓ નાતબહાર હતા તેનું દુઃખ તેમને પોતાને તે નહોતું પણ તેમનાં સ્ત્રીને તે બહુ સાલતું હતું. તેથી જે બધાં કાઠિયાવાડ હોય તો આ દુઃખ ઓછું લાગે. પાલીતાણાના કામસર તેઓ વિલાયત જતા પહેલાં પોલીટીકલ એજંટને મળવા રાજકોટ ગયા હતા, અને ત્યાં એક માસ રહ્યા હતા. આ સમય દરમિ