SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળ તેને નાત કાંઈ કરી શકી નહિ. તેથી મુંબાઈને મોટા વણિક મહાજનમાં હાહાટ થઈ રહ્યો. અને અંતે વીસા નાગરની આખી કેમને મહાજન બહાર મુકી, વણિક જેવી વહેપારી કેમ–જેને પરદેશ ગમનથી ચોક્કસ લાભ જે હતા–તે પણ આ લાભ ન સમજતાં પરદેશ ગમન કરનારને તથા તેના મિત્રોને પડે, તે બતાવી આપે છે કે લોકોનાં મન રૂઢિથી કેવાં અંધ થઈ જાય છે. ૧૮૬૪માં મુંબાઈમાં શેરોનું ઘેલપણું આવ્યું. આમાં કરસનદાસ મૂળજી અને કરસનદાસ માધવદાસ બને સપડાયા. કરસનદાસ મૂળજી મહા મહેનતે પિતાની આંટ આબરૂ જાળવી શક્યા. કરસનદાસ માધવદાસ પાયમાલ થયા એટલે એમની નાતવાળા જાગ્રત થયા. નાતે મહાજનમાં દાખલ થવા યાચના કરી, અને કડક શરતે મહાજને તે સ્વીકારી. આખી નાત વાલકેશ્વર બાણગંગા ઉપર જાય, સ્ત્રી પુરૂષ બાળક સૌ, પ્રાયશ્ચિત કરે, અને પુરૂષો મુછ બડાવે તે નાત મહાજનમાં દાખલ થઈ શકે આ સર્વ શરતો કબુલાઈ, તે પ્રમાણે પ્રાયશ્ચિત થયાં, અને નાત મહાજનમાં આવી. આ સર્વ પ્રાયશ્ચિત શેને માટે હતું ? પરદેશગમન કરનાર સાથે ભોજન લેનારને નાત બહાર ના મૂકવાના ભયંકર ગુન્હ માટે ! ! કરસનદાસ માધવદાસ પંડે પણ પાછળથી લાચારીયે તેમ કરી નાતની જોડે પાછા મહાજનમાં દાખલ થયા. વિલાયતથી પાછા ફર્યા પછી કરસનદાસ મૂળજી તે નાત બહાર જ હતા. તેમણે હવે જાતિભેદ સંબંધી પણ ચર્ચા કરવા માંડી હતી. ૧૮૬૫ માં તેમણે પુષ્ટિમાર્ગને ઇતિહાસ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કર્યો. તેના અંત ભાગમાં લાયબલ કેસની અગત્યની સાક્ષીએતથા કેટલાંક વર્તમાન પત્રોની ટીકાઓ દાખલ કરી. આ પુસ્તક તેના પ્રકટ કરનારનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન, તેની બુદ્ધિ અને તેની મહેનત બતાવી આપે છે. વળી આ વર્ષમાં નીતિ વચન’ની બીજી આવૃત્તિ પણ સુધારી વધારીને બહાર પાડી. ૧૮૬૬ માં “વેદ ધર્મ અને વેદધર્મ પછીનાં ધર્મ પુસ્તક” એ નામે નાની ૩૧ પાનાંની ચાપડી કરસનદાસે પ્રસિદ્ધ કરી. આ પુસ્તકમાં હિંદુધર્મને આર્યધર્મ એમ નામ આપવાની ભલામણ કરીને તેઓ લખે છે કે તેનું ખરું સ્વરૂ૫ વેદમાં છે. ત્યાર પછી બ્રાહ્મણોએ પિતાના સ્વાર્થની ખાતર જ અન્ય વર્ણોને વેદનાં પુસ્તકોથી અજ્ઞાન રાખ્યા છે એ વગેરે ચર્ચા કરી છે. આ ગ્રંથની ભાષા પ્રઢ છે.
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy