________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પ્રિયે ! વહેલાં ચાલે,
પળે આ સંભાળે.... અહા ! દૂત થેભો ! શ્રવણ પડતા – પુરતણ– ઝણકારો; વેગે વ્યથિતચરણે એ ઉપડતા.
હવે પાશો નાંખો,
ગળું હારું બાંધે, ઉઠાવું ના વાંધ; અમૃતવરવી તે નયનનીઝરે, બીડાતાં આ મુજ નયનમાં, જીવન અમી.
ગમન કરતાં કાં ગગનમાં ?
નયનપથથી કાં પિગળતા ! હને મૂકીને હા ! યમ અનુચરે ક્યાં વિચરતા?
અરે ! ! શાને ભીતિ–
ઉરે દૂતે ! પેઠી – સતી સાવિત્રીની પ્રણયમય મૂર્તિ વ્રતવતી –
પરિત્રાણે ઊભી અડગ ચરણે શું મુજ દીઠી ? ( ઊર્મિ)
નલિન મણિશંકર ભટ્ટ
ક્ષમ્ય આ વર્ષમાં અલન જે અણજાણતાં કે જાણે થયાં, સકળ કાજ હું માફ ચાહું; વિશ્વાસઘાત પણક્ષમ્ય સહુ જ પ્રેમ, તે ક્ષમ્ય નિર્બલ હુંના અપરાધ ના શું ? આવેશની વિપલમાં કટુ શબ્દ બોલ્યા, અસ્થિર કો ક્ષણ વિષે મુજ ધર્મ ચૂક્યો; વા કો” પ્રમત્ત પળમાં કૃત દાસી દાવે, એ ઍ છતાં પ્રણયિની ગણજે જ હારે.
૧૪૪