________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ છતાં ય એ એકનારેખ ચાર હજી ય મારા અધરે રમે છે; ને હા તેને તવ પાંગરે છે હજી ય રામાવલિ અંગ મારે.
મનસુખલાલ મ, ઝવેરી
(મિ)
પથ્થરે પલ્લવ (ઉપજાતિ-વંશ-વસંતતિલકા) પળે પળે પ્રાણ નવા પ્રફુલ્લતી, નવી નવી નૂતનશ્રી વિકાસતી, વર્ષા જહીં જીવનવૃષ્ટિ Íચતી, પૃથ્વી પર જલધરે હું સુકાઉં ત્યાં કાં ?
આ આભ ખાલી ઉરને ભરીને લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું, તે સંચ, વત્સલ ઊમિધારા દૂઝે શું સ્નિગ્ધ જગજીવન કામધેનું !
વસુન્ધરા આ અભિષિક્તદેહા, મહાકુની જનની ઋતંભરા, પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી, ધારે વિશાળ હદયે ઊગતી વિસૃષ્ટિ. ધરાતણાં શષ્પ અનેક શસ્યો, પ્રફુલ્લ દેવ તણું ભેટ આ જે, ચરી ચરી ગેપશુ દૂઝતાં વધે, ધાને લણી મનુજ જીવનપંથ ખેડે. સમુદ્રથી અભ્ર, તહીંથી વર્ષ, વર્ષા થકી ગંજ અખૂટ ધાન્યના,
૧૨૮