________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નિષેધની નિર્બળ યુક્તિઓ સે સિત્કારના સૂર વિશે સમાય, ને એ ભળી કુજનધાર માંહે વસન્તના વેણુરવે લપાય.
વિલોકતી લેલ વિલાસ લીલા, બેઠી હતી હું સરતી ત્યારે; ન જાણ્યું શેણે પણ પાંપણે ત્યાં ડળી રહ્યાં બે જલબિન્દુ ભારે. ભરી ભરીને ઉર બંસરીમાં, લસી રહ્યા તો રસરાજ મત્ત; ભારે ઉરે તેમ લસી રહ્યા’તાનહીં કહું–જાવ; લણ્યું ન કેઈ! કુમાશથી ત્યાં કર બે અચિંત્યા, દાબી રહ્યાં લોચન આર્ક મારાં; રોમાંચ મારે તન પાંગરેલાં એ પારખી સ્પર્શ ગયાં ઘડીમાં. “જાણી ગઈ હું તમને, રહોને,” લવી રહીઃ ને મુજ નેણ હાળે નિર્વાણને આતમના, સુધાને સંતપ્ત આ એકલ ચિત્ત કરી. રણઝણ ત્યાં ઉતાર મારા રહ્યા તમારા પદના રથી, વસન્તની મૂર્ત વિલાસ શોભા જેની અધીરી ગતિમાં વસી'તી. સ્મિતે સજીને અધરે અને ખાં, ઉભા તમે વલ્લભ, શી છટાથી ! શંગારનાં કામણ મેહને સૌ, વસ્યા તમારી ચખબેલડીમાં.
૧૨૬