________________
૧૯૭૩ની કવિતા
માગુ આશિષ
(સ્રગધરા)
‘સૃષ્ટિનાં હીર ખાળા ઉષ્મળા ઉમટતા ધાર દાવાનળાને હૈયામાં હું સમાવું; અણુ અણુ અરપી એહના દાહ ઠારૂં એવું જો કાઈ ઇચ્છે મનુજ, સ્વપ્ન એ શેં ગણીને ઉવેખું ? જાણું એવું બન્યું ના, નવ પણ બનશે, તેાય વાંછી રહું છું. મારી નાની મતિને બહુ બહુ મથતે વારવા તાત ! તે ચે લીધાં સ્વપ્નાં ન છેડે, શિશુ હઠ મહીં એ આભને બાથ ભીડે. તારી ઇચ્છા વિના ના પ્રગટ ઋત થતુંને અસત્ ના પ્રજાળે, રે! જાણું તે। ય શાને લઘુમતિ ચહતી સ્વપ્નની સિદ્ધિ ચારું! વિશ્વાના કૈંક ગાળે અણુતમ પૃથિવીનેા અણુ માનવી કે, ચાહે સૃષ્ટિતણા સા ક્રમ જ પલટવા એ અહમને પસાર. એ સત્ત્વે સાથ દેતાં લગીર પણ પ્રભા ! થાય જો કેહ તારા આત્મા ને ઇન્દ્રિયાના સકળ ગણુ મથી એક તુંમાં ડુબાડું. ને એ ભક્તિથી રીઝે તુજ ઉર કદી તે। માગુ' આશિષ માત્ર, કે પેલા માનવીની સફળ કર વિભા આશ, શી ખાટ તારે ?
(કુમાર)
રતિલાલ શુકલ
શૂન્યશેષ!
( પૃથ્વી )
નહિ ! નહિ જ પાલવે શયન પાંશુ જે પાશવી ખરી, ચરણ, ડાખલા મલિન સ્પર્શી મેલી બની: ઉભીશ અવરાધતા ગગનચુખી પ્રાસાદને શ્રીમત મુજ વૈભવે, ધનકુબેરના નાદને
ન તે। ય પરિતૃપ્તિ; સપ્ત જલસાગરે ગાજતા નવે નવ દ્વિ પે, ભૂ પે, સકળ લોકમાં રાજતા
૧૨૧
૧૬