________________
૧૯૩૩ની કવિતા
બ્રહ્માંડે કલ્કિ કેરાં નયન અમૃતથી પ્રાણુના ધોધ છૂટે, ખંડેખડે પ્રચંડ મનુજ-સરજી તે ભૂમિની પાળ તૂટે; વ્યાપે ભોમે દિગન્ત અણુઅણુ ભરતી કલિકની ભવ્ય પ્રજ્ઞા, નક્ષત્ર ને ગ્રહો સે ચકિત બની જુએ સૌમ્ય તે જ્ઞાનમુદ્રા !
પ્રજ્ઞા તણે ઝગે ભાનુ કલ્કિ અવતરે જગે,
અન્તર્દષ્ટિ બની લેક તેજના પંજમાં રમે ! લહેરે, એપાસ હેરે, અણુઅણુ ધબકી કલિક રૂપે વિરાટ, પ્રજ્ઞાના કટિ સૂર્યો ઝળહળ ઝળકે પ્રાણનો શાન્ત ઘાટ ! ડોલે બ્રહ્માંડ ડોલે, નિશદિન છલકે પ્રાણને સિધુ ગાને, લીલા અંકે શમાવી હરિ હદય-તૃષા બીડતા નેત્ર ધ્યાને !
લીલા પૂર્વે મહા શૂન્ય તમ રૂપ હત પ્રભુ,
લીલા અન્ત મહા છન્દ પ્રજ્ઞારૂપ બન્યો વિભુ ! (કુમાર)
સ્નેહરશ્મિ
યુગદ્રષ્ટી
(ઋગધરા) વાલમીકિ કુંજે ને પુષ્પગુંજે, ગિરિવરકુહરે, ન પુરે નિઝરોનાં,
સિધુસ્ત્રોત પ્રચંડે, જલધિજલતરંગે દિશા-અંતરાલે, પંખીગાને સૂરીલે, વન-રણ–ગગને, તારકાવૃન્દસૂરે, સન્મ ગુંજતા'તા સરલ શુભ સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે. ત્યારે વીણ જગાડી જનકુલ ભૂમિ વાલ્મીકિ તું રસર્ષિ,
ચીની આ ચીસે તવમૃદુ હૃદયે શેક લોકત્વ પામ્યો; કલ્યાણાર્થે જનના ઉર શુભ જગવી ભાવના ભદ્રદેશ, દ્રષ્ટા ! કારુણ્યમૂતિ ! તવ કવનરસે વિશ્વને તાપ વાખ્યો. તેં ગાયાં રામસીતા, મનહદય તણાં ભવ્ય દેવત્વ સ્થાપ્યાં, શીળી મીઠી કુટુમ્બી જગકુલની વ્યવસ્થા તણું મૂલ્ય માપ્યાં; તારી વીણું હજી યે ઉરઉર રણકે દિવ્ય ભાવાર્થભીની, પષે પીયૂષપાને કલકલ ઝરતી કાવ્યગંગા યુગોથી. તેં સર્યો રામ કાવ્ય, કવન તવ ઝર્યું વા મહાવીરપાદ, કો જાણે! કિંતુ વિષે ઉભય અમર છો અંતરે ઊર્મિનાદે.
૧૧૯