________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
-
નૃસિંહ રૂપે અવતાર ધારી, નખે મહા દિવ્ય પ્રભા જગાડી, અલ્હાદ કાજે-મનુ જન્મ કાજે
વિરાટ તે બદ્ધ થતે જ ચાલે ! નસિંહ ઘૂમતા ભેમે ઉષા સધ્યા, દિવા નિશા, હૈયામાં નીરવે સૂતી જાગવા ઝંખતી ગિરા.
પ્રચંડ શબ્દો નભને ધ્રુજાવે, દિગન્ત હૈયે લહરે રાવે, વને વને કુંજલતા ગુહામાં
નૃસિંહ વ્યાપે સઘળી દિશામાં ! છોડીને શુન્યની શય્યા વહિ ને વારિમાં રહી પૃથ્વીને પાટલે ખેલી ગુહામાં વિભુ રહે વસી !
દેહ કેરી જ લીલામાં ખેલતા વિભુને ઉર સૂમ ને કેમલે તવે બંધાવા કામના ક્રુરે !
વિમલ ઉજવલ કૌમુદી રેલતી, વનવને સુતી મંજરી હેરતી, પરિમલે વસુધા મુદિતા ખૂલે,
નયન વામનનાં નમણાં ખુલે ! વિજન તે ધરા અંકે, ઘેરાં ગીચ વનેવને, ધરી વામનનું રૂપ મનુજે હરિ સંચરે !
કનક કુંપળ ગાઢ તમે ખીલે, મન તણું નવી ત જગે વહે ! જગ–ઉષા મનુબલ-સુધા ઝીલે,
દશ દિશા કવિતા છલકી રહે ! થાં તે વિરાટ કાયા ને ક્યાં તે નાજુક માનવી ? વામને કલ્પ કલ્પાને પ્રભા પુનઃ ઝગે નવી !
દંતને નખને સ્થાને પરશુ કરે ધારસ્તા, પરશુરામ રૂપે તે પૃથ્વી પે હરિ રાજતા.
૧૧૬