________________
૧૯૩૨ ની કવિતા
(શિખરિણું) અહે કેવી આંખો ! અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી ! બધા ભાવે સત્તા, વિજય, મહિમા, શ્રેજીમયતા તણી આ મૂર્તિ શું પ્રગટ ! પ્રભુ કે રચયિતા હશે જેણે સજી પ્રખર બલની મુરતિ ! ઊંડાં તે આકાશે, દિગન્તની પાસે, ગિરિવરતણાં ઉચ્ચ શિખરે, અહો જેને રહેવાં, ઊડણ કરવાં, નિત્ય ભમવું મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું; મદોન્મત્તી એ ગરુડ જગમાં કેમ વિહરે ?
(પૃથ્વી) શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો, સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તેગને દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતે જીવવું ? નહિ, નહિ જ; ભાવ એ પ્રખર ક્યાંથી ભૂખ્યા કને ?
(સોરા) ઊઠે તીણી ચીસ, પંજે પકડયું પંખીડું; હૈયું ચીરી ક્રૂર ભરખે બીજાને ગરુડ.
(શાર્દૂલવિક્રીડિત) જે જીવે રસ પુષ્પનો રજ ચૂસી ડંખે ય ના ત્યાં પડે, ને જે જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને; રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરે, કે અપ નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાને ખરે?
સુન્દરમ