________________
ગ્રંથકાર ચરિત્રાવલી
આત્મા તણા અમલ સ્નેહ વડે સચેત; વહાલી, સુમંગલ સદા તુજ ચારુ ગીત. હું લેખતે પરમ જીવનધન્યતા એ, તું લેખજે પરમ આશિષ ઈશની એ; આહલાદ-ઈન્દુ નિજ જ્યોતિ તણે પ્રસાદ વર્ષાવતા વિમલ જીવન વિશ્વમાંહે.
અનુટુ૫ સૌન્દર્ય, પ્રેમ, અલાદ વિશ્વની દિવ્ય એ ત્રયી, આપણું જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી !
સુંદરજી ગે. બેટાઈ પતંગિયું અને ગરુડ
(શિખરિણી) અહો નાનાં અંગો, શું કે સર્વે રંગે જગતભરના આંહી ભરિયા, ઉષા, સધ્યા, પુષ્પ, વિહગ, નભનાં વાદળ થકી ગ્રહી વીણીવીણ મૃદુલ કરથી, જ્યોતિ લપકી, અહીં નાનાં અંગે સચર પ્રભુએ પાય ધરિયા ! અનતિ વૈવિધે, પ્રભુની સાન્નિધે, કુસુમભવનોમાં વિહરતું, કુંબી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું, અહો શું ઊડે આ મુખથી ખરીઉં હાસ્ય પ્રભુનું ! હશે ક્ષુદ્ર દેહે સફળ કામ એ જીવ્યું કરવું?
(પૃથ્વી) શું એ મનુજ આંખને રીઝવી હર્ષને આપવા ઊડે કુસુમ એકથી અવરપે રસ ચાખવા ? ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું? નહિ, નહિ જ, એમ જીવન નો એહને રૂચતું!
(સેરઠે) પ્રજળે દીપકત, પ્રજળે ઉરમાં ઝંખના; દીપકને અંગ હોમે પ્રાણ પતંગિયું.
૧૭૦