SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી, એ. બી. ઈ. એ જાતે સુન્ની મુસલમાન; અને અમદાવાદના વતની છે. એમના પૂર્વજો મૂળ અણહિલવાડ પાટણથી અમદાવાદ વસાવનાર સુલતાન અહમદશાની સાથે અમદાવાદમાં આવ્યા હતા. એમના પિતાનું નામ ઈમામબક્ષ દીવાનછમિયાં અને માતુશ્રીનું નામ હુસેનબેગમ અબ્દુલામિયાં ઉફૈઝી હતું. એમને જન્મ અમદાવાદમાં તા. ૪થી નવેમ્બર સન ૧૮૭૩ના રોજ થયો હતા. એમનું લગ્ન સન ૧૮૯૭માં સુરતમાં બેગમ સાહેબા કમરુન્નિસા શમસુદીન બુખારી સાથે થયું હતું. એઓએ પ્રાથમિક કેળવણી પ્રેમચંદ રામચંદ ટ્રેનિંગ કૉલેજની પ્રેકટીસીંગ સ્કુલમાં લીધી હતી. તે પછી ઈગ્રેજીનો અભ્યાસ અમદાવાદમાં સરકારી મિડલ સ્કુલમાં અને આર.સી. હાઈસ્કૂલમાં કર્યો હતો. એ સન ૧૮૮૮ માં મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં પાસ થયા અને પ્રથમ ગુજરાત કોલેજમાં જોડાયા પછી સેંટ ઝેવિયર કૅલેજમાં ગયા હતા. સન ૧૮૯૨માં તેઓ ઈગ્રેજી અને ફારસી ભાષાઓ ઐચ્છિક વિષય લઈને તે જ કોલેજમાંથી બી.એ. પાસ થયા; અને સન ૧૯૦૧ માં એલએલ.બી. થયા. હાઇસ્કુલ અને કોલેજમાં સારા અભ્યાસ માટે કાઝી શાહાબુદીન, જેરાઝભાઈ પીરભાઈ જે. એફ. ફરનાન્ડીઝ અને સર ફેક સાઉટર સ્કોલરશીપ મેળવવા ભાગ્યશાળી થયા હતા. | સ્વર્ગસ્થ રા. બા. કમળાશંકરને, અભ્યાસ દરમિયાન, તેમણે સારો ચાહ સંપાદન કર્યો હતો; એટલું જ નહિ પણ એમના ચારિત્ર્ય પર તેઓએ (કમળાશંકરભાઈએ) ઉંડી છાપ પાડી હતી; એવી પ્રબળ અસર એમના જીવનપર સર સૈયદ અહેમદે કરી હતી, જેમનું જીવનવૃત્તાંત એમણે ગુજરાતીમાં લખ્યું છે. સને ૧૮૯૩થી ૧૮૯૬ સુધી કેળવણી ખાતામાં અમદાવાદ, નડિયાદ અને મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કુલમાં તેમણે નોકરી કરી હતી. સને ૧૮૯૭માં જુનાગઢ સ્ટેટના કેળવણી ખાતામાં મહાબત મસાના પ્રિન્સિપાલ તરીકે જોડાયા; અને સને ૧૯૦૧ માં મરહુમ પાટવીકુંવર શાહજાદા શેર જુમાખાનેજીના નેટીવ ટયુટર તથા કમ્પનીઅન નીમાયા.તે એદ્ધાની રૂએ તેઓશ્રીએ શાહજાદા સાહેબ સાથે હિંદના પ્રખ્યાત સ્થળે અને સિલોનની મુસાફરી કરી. સને ૧૯૦૨ના દિલ્હી દરબાર વખતે તેઓ હાજર હતા. સન ૧૯૦૩ માં તેઓ ન્યાયખાતામાં જોડાયા હતા, અને કરીના ૧૪૮
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy