SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગઢુલાલ ગોપીલાલ ધ્રુ ગટુલાલ ગેાપીલાલ ધ્રુ એએ વડનગરા નાગર ગૃહસ્થ ( જ્ઞાતિમાં જન્મેલા ) અને અમદાવાદના વતની છે. એમના જન્મ તા. ૧૦ મી મે સન ૧૮૮૧ના રાજ અમદાવાદમાં થયા હતા. એમના માતુશ્રી બાળાખ્તેન તે સ્વસ્થ સરદાર ભેાળાનાથભાઇના પુત્રી; અને એમના પિતા ગેપીલાલ મણિલાલ તે ઘણા સમય અમદાવાદમાં નાજરના હાદ્દાપર હતા અને તેમણે તે જગ પર સારી નામના મેળવી હતી. એમનું લગ્ન સન ૧૯૦૪માં અમદાવાદમાં શ્રી. રણછેડરાય આણંદરાય દીવેટીઆની પુત્રી શ્રીમતી શ્રીદેવી સાથે થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં તેમ કેટલોક સમય ઉમરેઠમાં– એમના પિતા તે વખતે ત્યાંની કોર્ટમાં કલાક ઑફ ધી કોટ હાઇનેલીધું હતું. માધ્યમિક શિક્ષણ મિશન સ્કુલમાં અને સરકારી હાઇસ્કુલમાં લીધું હતું. તેઓ સન ૧૮૯૮માં મેટ્રીકયુલેશનની પરીક્ષા પાસ કરી ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. તે પછી થાડા થાડેા સમય તેઓએ વિલ્સન કાલેજ અને એલ્ફીન્સ્ટન કૅાલેજમાં અભ્યાસ કર્યો હતેા. તે સન ૧૯૦૪માં લેાજીક અને મેરલ ફિલસીને અચ્છિક વિષય લઇને બી. એ. થયા હતા. તે પછી તેઓ કેળવણી ખાતામાં જોડાયા; અને ગુજરાતના લગભગ બધા જીલ્લાનાં શહેરામાં નેકરીના અંગે તેઓ ફરી વળ્યા હતા. છેવટના દસ વર્ષોમાં તેએ આસિ. ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેકટરની જંગાપર હોઈને ગામડે ગામડે તેમને ફરવાનું થતું. પ્રવાસ કરવાનું એમને બહુ પ્રિય છે. જ્યાં જાય છે ત્યાં તેએ લોકસ્થિતિ અને રીતભાતનું, ઐતિહાસિક સ્થાને વગેરેનું રસપૂર્વક નિરીક્ષણ કરે છે. એએ હિન્દુસ્તાનના ચારે ખૂણે ફરી વળેલા છે અને એમને એમના પ્રવાસ વિષે વાત કરતાં સાંભળીએ તા માલુમ પડે કે પરપ્રાંતની એમની માહિતી કેટલીબધી ઝીણી તેમ ભરપુર છે. ધર્મ, સમાજશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયે છે; તેમ સ્વસ્થ નારાયણ હેમચંદ્રનાં પુસ્તકાએ, ટાગેારની ‘સાધના'એ અને આખલે એમના જીવનપર કાયમની અસર કરી છે. એમના માતુશ્રી બાળાન્હેનના ઉન્નત સંસ્કાર એમનાપર પડેલા તે ઉપરાંત સ્વસ્થ સર રમણભાઈ, ડૉ. મેનિકાલ અને બાબુ ક્ષિતિમાહન સેન પાસેથી એએ ધણું શિખ્યા છે. ૧૧૯
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy