SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી ઉમાશકર જેઠાલાલ જોષી એએ નાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ અને ઈડર સ્ટેટમાં આવેલા આમણાગામના વતની છે. એમને જન્મ તા. ૨૧મી જુલાઇ સન ૧૯૧૧ ના રાજ ખામણાગામમાં થયેા હતેા. એમના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી અને માતાનું નામ નવલબેન ભાઇશકર ઠાકર છે. એએ હજુ અવિવાહિત છે. પ્રાથમિક શિક્ષણ એમના વતનમાં લીધું હતું. તેની આસપાસના ડુંગરાળ રમણીય પ્રદેશેામાં એમણે ખૂબ ભ્રમણ કરેલું છે અને એ રીતે કુદરત પાસેથી અને ત્યાંના પછાત સમાજની જીવનચર્ચામાંથી ખૂબ પ્રેરણા તે પામ્યા છે. માધ્યમિક શિક્ષણ ઈડરની શાળામાં લીધું હતું. સન ૧૯૨૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. મેટ્રીકની પરીક્ષામાં અમદાવાદ વિભાગમાં પહેલે નંબરે અને આખી પરીક્ષામાં ત્રીજા નંબરે તેઓ આવ્યા હતા. તેના પરિણામે કાલેજમાં તેમને ત્રણ સ્કોલરશીપેા મળી હતી. ઇન્ટર આર્ટ્સ પસાર કરી ખી. એ. સુધી તેએ પહેાંચ્યા હતા પણ સત્યાગ્રહની લડત સન ૧૯૩૦માં જાગતાં તેઓ તેમાં જોડાયા હતા અને તેના અંગે બે વાર જેલયાત્રા કરી છે. ખાસ કરીને જેલિનવાસને તેઓ પેાતાની કેળવણીના ઉત્તમ સમય ગણે છે. ખગેાળ, કાવ્યવિવેચન, નાટકકળા, ભૂગેાળ વગેરે એમના પ્રિય વિષયે છે. ગાંધીજી, વિવેકાનદ, ટાલાય વગેરે એમના જીવનના ઘડતરમાં મદદગાર થયા છે. છેલ્લાં બે વરસથી આચાર્યશ્રી કાકા કાલેલકરના અમૂલ્ય સહેવાસ મેળવવા એ ભાગ્યશાળી થયા છે. સન ૧૯૩૧માં ‘વિશ્વશાન્તિ’નામક એમનું ખંડકાવ્ય ગુજરાતી સાહિત્ય આલમમાં પ્રશંસા પામ્યું હતું; તેમ ચાલુ વર્ષીમાં પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થયેલે સાપના ભારા”નામના નાટકમાં એમણે હિન્દુ સમાજમાં વિધવાના દુઃખોની કરૂણ કથની અસરકારક રીતે બતાવી છે. એવાં વાસ્તવિકતાના પાયા પર રચાયેલાં એમનાં એકાંકી નાટકો ‘કુમાર,’ ‘કૌમુદી'માં પ્રગટ થતાં રહે છે. :: એમની કૃતિ :: વિશ્વશાન્તિ ૧૧૮ સન ૧૯૭૧
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy