SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ રા. બા. મોહનલાલભાઇ રણછોડદાસ ઝવેરીનું આ મકથન મહીપતરામના જીલ્લાને ચાર્જ રાવસાહેબ પ્રાણલાલને સંપવામાં આવ્યો હતે. અમને બે જણને ડેપ્યુટીના કામથી છુટા પાડી બુક કમીટીમાં મેમ્બર ઠરાવ્યા. તથા રાવસાહેબ ભેગીલાલને અમારી બુક કમીટીના પ્રેસીડેટ ઠરાવ્યા. નિશાળમાં ચાલતી ચેપડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી, તેને બદલે નવી વાંચનપાઠમાળા તૈયાર કરવાનું કામ હોપ સાહેબે આરંભ્ય, બુક કમીટીની ઓફીસ ટ્રેનીંગ કોલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી. આ કામમાં હોપ સાહેબનો જાતી શ્રમ અથાગ હતા. ગુજરાતી વાંચનમાળા પાઠ તૈયાર કરવાને સારૂ ઈગ્લાંડમાં તથા હિંદુસ્તાનમાં ચાલતી અંગ્રેજી સ્કુલ વાંચનમાળાઓનાં પુસ્તકો ભેગાં કર્યા હતાં, તેમાંથી તે નિશાન કરે, તે મુજબ સારી સાદી ભાષામાં ગુજરાતી પાઠ તૈયાર કરવા અમને બે જણને ફરમાવતા, તે પાઠ તૈયાર કરી અમે બુક કમીટીમાં અમારા પ્રેસીડેટ રાવસાહેબ ભોગીલાલ આગળ વાંચી જતા ને તેમની સુચના મુજબ ભાષામાં કે બાબતમાં જે સુધારે કરવો ઘટારત હેય તે કરતા. કમીટીમાં મંજુર થયા પછી તે પાઠ હોપ સાહેબ જાતે વાંચી જતા ને તેમાં કાંઈ ફેરફાર કરવા જેવું હોય તે તે પાઠ બનાવનારને બતાવી વધારે ઘટાડો કરવો પડે તે કરીને તેની સાફ નકલ ઉતારવા બુક કમીટીના કારકુનને આપતા. દરરોજ એ પ્રમાણે અમારે સવારના દશથી તે પાછલા પહોરના પાંચ લગી કામ કરવું પડતું. ફક્ત પહેલી ચોપડી તૈયાર કરવાને મહીપતરામ અને હોપ સાહેબ, એમને અઢી માસ કરતાં ઓછી મુદત લાગી નહોતી; એવી મતલબથી એ ચોપડી રચી છે કે, બાવન અક્ષરો અથી જ્ઞ સુધી આવે ને તેની સાથે બારાખડી ને જોડાક્ષરની સમજ પણ આવી જાય કે નાનાં બાળકને વર્ણમાળા શીખવાને જે નીરસ શ્રમ લેવો પડે છે તે ન લેવો પડેઃ એ વાત ધ્યાનમાં રાખીને વા તથા શબ્દ ગોઠવ્યાં છે. વર્ણો, બારાખડી ને જોડાક્ષર શીખતાં નાનાં છોકરાંને ત્રણ ચાર માસ લાગે છે, તે કષ્ટ દૂર કરી, અર્થ સહિત વાંચન શીખે તે તેથી બાળકને આનંદ થાય, ને વળી આંખની સાથે અક્કલ પણ કેળવાય, એવી મતલબ એ પહેલી ચોપડીમાં રાખેલી હતી, પણ મૂળ ધારણા રાખનાર પુરૂષની ઇચ્છા ફળીભૂત થઈ નહીં. જૂના રીવાજ પ્રમાણે અ, આ, કક્કી, બારાખડી ને જોડાક્ષર શીખવવાનું જારી રહ્યું. તેનાં કારણ સાદા શિક્ષકની ખામી તથા લોકેની હઠીલાઈ હતી, તેમ પરીક્ષાનાં ધોરણે ४७
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy