________________
ગ્રંથકાર ચરિત્રાવલી
માણસે ઉત્તમ એધે ચઢયા છે ને તેમના પ્રમાણિકપણ વિષે ભારે જરા પણ દલગીર થવાનો પ્રસંગ આવ્યું નથી.
ઈ. સ. ૧૮૫૭ના વરસમાં ઈન્સ્પેકટર સાહેબ છ માસની રજા લઈ વિલાયત ગયેલા તે એકટોબરમાં પાછા આવવાથી સુરત પધાર્યા ને મને તથા મી. જીવણરામ જયાનંદ ઘોઘા વિભાગના ડેપ્યુટી ઈન્સ્પેકટરને હુકમ કર્યો કે, તમે મારી સાથે ઘેઘે સરકારી કામગીરી પર ચાલે. તા. ૨૪મી એકબરે આગબોટમાં મુસાફરી કરતાં સાહેબની સાથે ઘેઘે ગયા, ત્યાંથી સાહેબ પિતાને મુકામ કુડે લઈ ગયા. ત્યાં અમને બે જણાને રાખ્યા તથા ગુજરાતી ભાષાનું વ્યાકરણ તૈયાર કરવા સંબંધી અમારા અભિપ્રાય લીધા. આશરે પંદર દિવસ કુડામાં રહ્યા. પછી અમને બંનેને એ હુકમ કર્યો કે, જીવણરામે પોતાની ડીસ્ટ્રીકટમાં ફરવા જવું ને મારે ભાવનગર, સાહેબની ઓફીસમાં વાર્ષિક પત્રક તથા રીપોર્ટ કરવામાં મદદ કરવા જવું. આશરે દહાડ અઠવાડીયું ભાવનગરમાં રહ્યા પછી મને મારી ડીસ્ટ્રીકટમાં જવાને હુકમ થયો એટલે હું ઘોઘા ડાંડી વચ્ચે ફરતી ટપાલની બોટમાં બેસી એરપાડ ગયો ને ત્યાંથી સુરત આવ્યો.
ઈ. સ. ૧૮૫૭ ને ડીસેમ્બરથી તા. ૨૯ એપ્રિલ સને ૧૮૫૮ સુધી પરગણું ફરી ધારા મુજબનું કામ કરી અમદાવાદ જવાનો હુકમ થવાથી પગ રસ્તે મુસાફરી કરતાં મેની તા. ૧૨ મીને રોજ ગુજરાતની રાજધાનીમાં ઓફીસ સાથે ગયો ને હાજા પટેલની પોળમાં એની વાણીઆ અચરતલાલ મૂળજીને ત્યાં નિવાસ કર્યો. રસ્તાની મુસાફરી તાપના દહાડામાં કુટુંબ સાથે કરવાથી ઘણીજ હલાકી નડી હતી.
અમદાવાદમાં ડાહ્યાભાઈ શેઠની વાડી જેમાં ટ્રેનીંગ કોલેજ સ્થાપન થએલી હતી, અને જેના ઉપરી મી. લાલભાઈ રૂપરામ હતા, તે જગાની જોડે જ હીરાલાલ ફજદારની વાડીમાં મી. હોપ સાહેબે પોતાની ઓફીસ સાથે મુકામ કરી રહ્યા હતા. એ વેળાએ ગુજરાત તથા કાઠીઆવાડના તમામ ડેપ્યુટી ઈન્સ્પેકટરોને સરકારની પરવાનગી લઈ ભેગા કર્યા હતા. સુરત જીલ્લાને હું, ભરૂચ જીલ્લાના દોલતરામ ઉત્તમરામ, ખેડા વિભાગના રાવ સાહેબ મયારામ શંભુનાથ, અમદાવાદના રાવસાહેબ પ્રાણલાલ મથુરાદાસ તથા ઘોઘા વિભાગના મહીપતરામ રૂપરામ અને કાઠીઆવાડના રાવસાહેબ ભેગીલાલ પ્રાણવલ્લભદાસ એવા છ જણ હતા. તેમના કામના વિભાગ પાડવામાં આવ્યા હતા. મારા જીલ્લાને ચાર્જ લતરામને તથા