________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ બી.એ., (દીવાન બહાદુર)
એમને જન્મ સંવત ૧૯૮૫ ના આશ્વિન વદિ ૬ (તા. ૧૭ મી ઍકબર ૧૮૫૯) ને સોમવારને દિને ગાયકવાડી રાજ્યના દહેગામ પરગણાના બહિયલ ગામમાં થયો હતો. તેઓ ઋવેદની શાંખાયની શાખાના છે. તેમના ગોત્રનું નામ ભારદ્વાજ છે. અંગિરા, બૃહસ્પતિ તથા ભરદ્વાજ એ ત્રિપ્રવર છે. તેઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર છે. તેમના કુટુંબમાં નાગજીભાઈ એ નામે પરમ વૈષ્ણવ પૂર્વે થઈ ગયા છે, જેઓ બસો બાવન ભકતેમાંના એક હતા. કેશવલાલની અવટંક ધ્રુવ' છે, જેનો અર્થ “જકાત વસુલ કરનાર અમલદાર” (Custom Officer) એવો થાય છે. તેમના કુટુંબમાં મજમુદારી, દેશાઇગીરી અને ધ્રુવગીરી એ ત્રણે પૂર્વે એક વાર હતાં. તેમના પિતાશ્રીનું નામ હર્ષદરાય ને માતુશ્રીનું નામ રેવાબાઈ હતું. “ચન્દ્ર પત્રના તંત્રી તથા “કુંજ વિહાર'ના કર્તા સદગત શ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવ તેમના મોટા ભાઈ થાય.
તેમને વિદ્યાભ્યાસ અમદાવાદમાં ખાડિયામાં મયા મહેતાની ગામઠી નિશાળે શરૂ થયું હતું. “ટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ” એ સૂત્રમાં શ્રદ્ધાવાળા મયા મહેતાથી છોકરાઓ બહુ જ ત્રાસતા. તે નિશાળે ભણી રહ્યા પછી પહેલા નંબરની ગુજરાતી નિશાળમાં કેશવલાલ દાખલ થયા. ત્યાં ગુજરાતી ચેથા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
- હાઈસ્કૂલમાં તેઓ હતા ત્યારે જે શિક્ષકોએ એમના પર ઉંડી છાપ પાડી હતી તેમાં ત્રણ ગૃહસ્થાનાં નામે જાણવા જેવા છે. (૧) સ્વ, લલુભાઈ પ્રાણવલ્લભદાસ; (૨) દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ; અને (૩) કવિ દલપતરામ.
- કવિ દલપતરામના સંસર્ગથી એમને ગુજરાતી કવિતા અને પિંગળ પ્રતિ વિશેષ રૂચિ થયેલી. અંબાલાલભાઇએ એમના સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપેલું અને લલ્લુભાઈએ સારા ગદ્ય નિબંધલેખન માટે એમની વૃત્તિ કેળવેલી, જે બધા અંશે એમનામાં પાછળથી સારી રીતે ખીલી, દીપી ઉઠયા છે.
વળી એમના સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ વાત છે કે તેમના મોટા ભાઈ સદ્દગત સાક્ષરશ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવની તેમના ઉપર