SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી રાજેન્દ્ર સામનારાયણ દલાલ એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમને જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૯૮૩ ના રાજ થયા હતા. માતપિતા બંને સંસ્કારી અને ગભશ્રીમંત. પિતાનું નામ સામનારાયણ અને માતાનું નામ વિયાગૌરી હતું. એમના પિતાએ એલ્ફીન્સ્ટન કાલેજમાં પ્રિવિયસ સુધી અભ્યાસ કરેલે; તે પછી જુનાગઢ રાજ્યમાં નવાબના ખાનગી શિક્ષક તરીકે જોડાયલા; પણ નિખાલસ અને સ્વતંત્ર સ્વભાવના હાઇને, રાજ્યનું ખટપટી જીવન ફચ્યું નહિ; અને ત્યાંથી છૂટા થઈ મુંબાઈમાં આવી શેરના ધંધામાં પ્રવેશ કર્યાં. અહિં એમની વ્યવહારકુશળતા અને પ્રમાણિકપણાની સારી આંટ બંધાઈ અને એક આગેવાન શેરદલાલ તરીકે તેમની ગણના થવા લાગી. શેર ધધામાં પ્રવૃત્ત રહેવા છતાં એમનું સંસ્કારી જીવન એમને સંગીત અને સાહિત્ય તરફ હમેશ પ્રેરતું. પાછળથી એ ધંધામાં ખેાટ જતાં, એએ નબળી સ્થિતિમાં આવી પડયા. રાજેન્દ્રરાવ છ વર્ષના હતા ત્યારે તે દેવલેાક પામ્યા હતા. આવી વિપદ્ સ્થિતિમાં બે પુત્રા અને એક પુત્રીને ઉછેરી યેાગ્ય શિક્ષણ આપવાના અને તેમના પાલણપોષણની વ્યવસ્થા કરવાના ભાર વિયાગૌરી પર આવી પડયા, જે કત્તવ્ય તેમણે આપ હુંશિયારી અને ખબરદારીથી સારી રીતે પરિપૂર્ણ કર્યું. પાતાને ભરતગુથ ને ભારે શાખ અને કઈંક ઈંગ્રેજીના અભ્યાસ પણ કરેલે. તેમના એ– ઉન્નત સંસ્કારા એમના પુત્રામાં પણ ઉતરેલા માલુમ પડે છે. તે પોતાના પુત્ર રાજેન્દ્રને પ્રસંગ પડે કહેતા કે જ્યાં સુધી તું ગ્રેજ્યુએટ નહિ થાય ત્યાં સુધી હું તને પરણાવવાની નથી. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણુ બધું સુરતમાં લીધેલું અને સન ૧૮૯૮ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. પછી વડાદરા કાલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨ માં ખી. એ. ની પઢી બીજા વર્ગોમાં બાયલાજીને વિષય લઇને મેળવી હતી. તે વખતે કૅાલેજના પ્રિન્સિપાલ અરવિંદ ધેાષ હતા અને એમના ઉત્તમ શિક્ષણની અસર અન્ય વિદ્યાર્થીઓની પેઠે રાજેન્દ્રપર પણ ઉંડી થયલી; અને તે સમયથી ‘Pride and Prejudice'-પ્રાઇડ અને પ્રેજ્યુડીશ–નું નવલકથાનું પુસ્તક શિક્ષતાં, ગુજરાતીમાં એવી એક નવલકથા લખવાના સંકલ્પ કરેલા, જે “ વિપિન ” માં પરિણમ્યા છે. ખી. એ. થયા પછી તેએ સરકારી નોકરીમાં મુંબાઈ સેક્રેટરીએટમાં દાખલ થયેલા; પણ છ એક માસ થયા નહિ હાય એટલામાં એમના માતાએ એમને યાત્રાએ લઇ જવાનું કહ્યું. નેકરીના અંગેના લાભાના વધુ વિચાર ૧૬૬
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy