________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
બાર સાહેબને હિંદુસ્તાનની મુસાફરીએ જવાનું થતાં સાથે મેડીકલ ઓફીસર તરીકે રવિશંકરને જવું પડયું તેથી એ મોટો લાભ થયો.
૧૮૯૮ના જુલાઈ માસથી મે. પિલીટીકલ એજન્ટ કર્નલ હંટરના પ્રયાસથી અંગ્રેજી બધી દવા કાઠીઆવાડમાં બનાવી શકાય એવા હેતુથી સ્ટેટને સમજાવી રાજકોટમાં લક્ષ્મણ કેમીકલ લેબોરેટરી અને ફાર્મસી સ્કુલ કહાડી, તેમાં અંગ્રેજ અમલદાર દાક્તર એચ. બી ની ડીરેક્ટર તરીકે અને રવિશંકરની આસિસ્ટન્ટ ડીરેક્ટર તરીકે નીમણુંક થઈ.
લેબોરેટરીમાં એક ફરજ રવિશંકરની એ હતી કે આયુર્વેદિક ગ્રન્થને તરજૂમો અંગ્રેજીમાં કરે. એક સારા વિદ્વાન દેશી વૈદ અને સંસ્કૃતના અભ્યાસી પ્રાણશંકર પ્રેમશંકર પટ્ટણીની સંસ્કૃત પુસ્તકનો ગુજરાતીમાં તરજૂ કરવાની નીમનાક થઈ હતી. રવિશંકરે તે ગુજરાતી તરજૂમાનું અંગ્રેજી કરવાનું હતું. આથી રવિશંકરને આયુર્વેદના જ્ઞાનને અલભ્ય લાભ મળ્યા, જે આખી જીંદગી દાક્તરી ધંધામાં ઉપયોગી નીવડ્યો.
રાજ્યની ખટપટને લીધે કર્નલ હંટર રીટાયર થયા પછી તુરત રાજકેટ કેમીકલ લેબોરેટરી બંધ પડી. ત્યારબાદ ૧૯૦૩ થી રવિશંકરને માંગરોળના મરહૂમ શેખસાહેબ દૂસેનમીયાએ માંગળ ચીફ મેડીકલ ઓફીસર તરીકે નીમી એમને માંગરોળ લાવ્યા.
માંગરોળમાં ૧૯૧૭ના એપ્રિલ સુધી નોકરી કરી. ઉમ્મર થવાથી વાનપ્રસ્થાવસ્થા માંગરોળમાંજ ગાળવા નિશ્ચય કર્યો અને ત્યાંજ બનતી લોકસેવા કરી પિતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.
એમના નિત્યજીવનની હકીકત “વગર દોકડાને વૈદ્ય” એ પુસ્તકમાં એમણે આપેલી છે; અને તેના વાચનથી જોઈ શકાય છે કે એમનું જીવન કેવું સેવાભાવી અને કર્તવ્યનિષ્ઠ છે તેમજ નિયમ અને વ્યવસ્થાના પાલનથી અને નિયમિત વ્યાયામથી શરીર તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્યવાળું થઈ શકે છે. વિશેષમાં નિવૃત્તિકાળમાં એક મનુષ્ય કેવી રીતે સમાજને ઉપયોગી અને ઉપકારક થઈ પડે, એનું પ્રત્યક્ષ પ્રમાણ એમનું જીવન પૂરું પાડે છે. તે જીવન ખરે અનુકરણીય છે. એવી સેવાભાવનાની વૃત્તિથી પ્રેરાઈને અને સાહિત્ય પ્રતિના પ્રેમથી આકર્ષાઈ, ગુજરાતી જનતાને વૈદક અને આરોગ્યને લગતું જ્ઞાન આપવાને તેઓ શરૂઆતથી પ્રયત્ન કરતા આવ્યા છે. રોગ મટાડવા કરતાં રોગ થતો અટકે અને કુદરતી નિયમને
૧૬૪