SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનલાલ પાર્વતીશંકર દવે મોહનલાલ પાવતીશકર દવે એમને જન્મ સન ૧૮૮૩ માં ચૈત્ર સુદ તેરસને રોજ થયે હતો. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ, સુરતના વતની છે. એમને પિતા પાર્વતી કર સારા મોટા હોદ્દા પર હતા અને બે પેસે સુખી હતા. એમના માતુશ્રી હિરાગૌરી તે દીનમણિશંકર શાસ્ત્રીના પુત્રી થાય. એમનું લગ્ન સ્વ. રા. બા. કમળાશંકરની પુત્રી સૌ. દમનગૌરી સાથે થયેલું છે. સન ૧૯૦૫માં એમ. એ; અને સન ૧૯૦૭ માં એલ એલ. બી. ની પરીક્ષા પાસ કરેલી. કેટલોક વખત તેમણે ગુજરાત કૅલેજમાં અભ્યાસ કરેલો, મુંબઈમાં એલ. એલ. બી, એમ. એ, વગેરે અભ્યાસ માટે પણ રહેલા. બી. એ; ની પરીક્ષા પાસ કર્યા પછી “બુદ્ધિપ્રકાશ,' “વસંત, ગુજરાત શાળાપત્ર' વગેરેમાં લેખ લખવા શરૂ કરેલા અને સન ૧૯૧૧-૧૨ માં ગુ. વ. સોસાઈટી માટે 'લેન્ડરના કાલ્પનિક સંવાદો એ નામનું પુસ્તક ગુજરાતીમાં બે ભાગમાં એક વિસ્તૃત ઉપઘાત સાથે તૈયાર કરી આપેલું. સાહિત્ય પરિષદમાં રસ લઈ, લેખ લખી મોકલતા અને આગળ પડતો ભાગ લેતા. વળી પરિષદ ભંડળ માટે તેમણે મેકડોનલકૃત “સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ’ બહુ કાળજી અર્વક લેખક પાસેથી તેમની નેંડ્રસ મેળવીને લખેલો છે; અને અવારનવાર નાદુરસ્ત તબિયતને લીધે કેટલાક સમયથી લેખનકાર્ય કંઇક મંદ છે, છતાં તે સાહિત્યમય જીવન ગાળે છે. પિતે સાર્વજનિક કોલેજમાં શરૂઆતથી સંસ્કૃતના અધ્યાપક તરીકે, સેવાભાવથી કાર્ય કરે છે અને સુરતની એવી દાઈ સાહિત્ય પ્રવૃતિ નહિ હોય, જેમાં એ જોડાયેલા નહિ હોય. ગુ. વ. નાસાઈટી માટે તેમણે ઉપનિષદ પર એક પુસ્તક લખી આપવાનું સ્વીકારેલું છે. એમના મુખ્ય લેખો અને પુસ્તકની યાદી નીચે પ્રમાણે છે – લૅન્ડારના કાલ્પનિક સંવાદ ભાગ ૧-૨ ૧૯૧૧-૧૨ સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ૧૯૨૪ મહાભારતની સમાલોચના. ૧૯૧૩ ગ્રન્થાવલોકન કળા, હાસ્યરસ, કાવ્યકળા પર લેખો (સા. પરિષદ માટે) ૧૫૧
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy