________________
ગ્રંથકાર ચરિત્રાવળી
તા. ૧૩ મી ઑકટોબર ૧૮૯૬ થી તેઓ સરકારી નોકરીમાં જોડાયા ત્યારથી તે સન ૧૯૦૪ સુધી ગવર્મેન્ટ કૅલેજ અજમેરમાં હતા; અને ફકત વચ્ચે બે વર્ષ પૂણ ડેકકન કૅલેજમાં એકિટંગ પ્રેસર મેળે ગાળેલા. સન ૧૯૦૪ માં એમની નોકરી રાજકુમાર કોલેજ કાઠિયાવાડમાં ઉછીની અપાઈ હતી, જ્યાં તેઓ સન ૧૯૧૩ સુધી રહ્યા હતા, અને તે વર્ષના છેલ્લા આઠ માસ કાઠિયાવાડ એજન્સીના એજ્યુકેશન ઓફીસર તરીકે કામ કર્યું હતું. સન ૧૯૧૪ માં સરકારી નોકરીમાં પાછા ફરતાં, તેમની નિમણુંક પૂણામાં ડેક્કન કૉલેજમાં થઈ હતી, જયાંથી તેઓ સન ૧૯૨૪માં રીટાયર થયા. શરૂઆતમાં એમની નોકરી પ્રોવિન્સિયલ સર્વિસમાં હતી પણ પાછળથી સન ૧૯૧૭–૧૮માં હિન્દીઓને એજ્યુકેશનલ સર્વિસમાં જગાઓ આપવા માંડી ત્યારથી એમની નિમણુંક એ ગ્રેડમાં–આઈ. ઈ. એસ. માં થઈ હતી. - નોકરીના કામ સાથે બીજા વ્યવસાયમાં તેઓ રસ લેતા; પણ ઘણી ખરી પ્રવૃત્તિ અને સમય અભ્યાસ અને સાહિત્ય લેખનમાં જ વ્યતીત થત. અજમેરમાં હતા ત્યારે ત્રણ વર્ષ માટે તેઓ મ્યુનિસિપાલેટીના સભાસદ નિમાયા હતા અને રાજકોટમાં દુકાળ નિવારણ કમિટીમાં કેટલુંક જવાબ દારીવાળું કાર્ય ઉપાડી લીધું હતું. યુનિવર્સિટી સેનેટમાં સરકાર નિયુકત ફેલે લગભગ દશ કે વધુ વર્ષ માટે હતા, તે દરમિયાન ઇતિહાસના અભ્યાસ મંડળમાં, ગુજરાતીના અભ્યાસ મંડળમાં, (Board of studies) તેમની ઈસ્પેકશન કમિટીમાં તેમને ઘણું કામ કરવાનું આવતું; અને હિસ્ટોરિકલ રેકર્ડઝ કમિશનના આરંભથી સરકારે તેમને નિમ્યા તેમાં છ વર્ષ તેમણે એકસરખો ભાગ લીધો હતો. મુંબાઈ સરકારે શિવાજીના સમયના ઐતિહાસિક સાધનોનું એક અંગ્રેજી વાલ્યુમ બહાર પાડયું છે, તે હિસ્ટોરિકલ રેકડ કમિશન મારફત એમણે ચલાવેલી ચળવળનું એક સીધું પરિણામ હતું. ઉપર કહ્યું તેમ સાહિત્યસેવા એજ એમને પ્રિય અને અભ્યાસને વિષય હતે.
રાજકેટમાં ત્રીજી સાહિત્ય પરિષદ એમના પ્રયાસ અને શ્રમથી મળેલી; અને યશસ્વી નિવડેલી, ત્યાં પરિષદ ભંડોળ ફંડનો આરંભ કરી આપેલો અને તે મંડળને વહિવટ એમણે મંત્રી તરીકે સન ૧૯૨૬ સુધી, મુંબઈ પરિષદમાં પરિષદ મંડળ નિમાતાં સુધી કર્યો હતે. વળી એ ૧૯૦૯ ની પરિષદનું કાર્ય સફળ અને લોકપ્રિય થાય એ હેતુથી એમણે ગુજરાતમાં જૂદા જૂદા શહેરની મુલાકાત લીધેલી અને ત્યાં જુદા જુદા વિષયો પર
૧૩૨