________________
ગ્રંથકાર ચરિત્રાવળી
=
પાલનજી બરજોરજી દેસાઈ
એએ નવસારીનાં વતની છે; એમને જન્મ નવસારીમાં દેશાઈવાડમાં સન ૧૮૫૧ માં થયો હતો. એમના પિતાનું નામ બરજોરજી પાલન દેસાઈ અને માતાનું નામ બેહમનબાઈ નવરોજજી દેસાઈ છે. સન ૧૮૭૨ માં એમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. સન ૧૮૭૪ માં “રાસ્ત ગતારમાં જોડાયેલા તે નિવૃત્ત થયા સુધી એની સાથે સંબંધ જારી રહેલે. લગભગ અઠ્ઠાવીસ વર્ષ સુધી સબ-ઍડિટર તરીકે કામ કર્યું હતું અને સન ૧૯૦૨ થી ૧૯૧૬ માં રીટાયર થયા ત્યાં સુધી તેઓ તેના તંત્રી રહ્યા હતા. આ ૪૨ વર્ષની લાંબી મુદત દરમિયાન એક પત્રકાર તરીકે કઠિન કાર્ય–કર્તવ્ય કરવાની સાથે તેમણે સન ૧૮૮૦ થી ૧૯૦૦ સુધી નરે એમ’ નામનું માસિક ચલાવ્યું હતું; એટલું જ નહિ પણ એમના ગ્રંથો, જેની સંખ્યા આશરે તેત્રીસની છે, તે લખ્યા અને સાથે સાથે ભાષણ, પરચુરણ લેખો વગેરે લખ્યાં હતાં, એ બધા પરથી એમની શક્તિ, જ્ઞાન, વાચન અને ઉદ્યોગને સરસ ખ્યાલ મળશે. એમની એ લાંબી સાહિત્યસેવા અને એક પત્રકાર તરીકેની સેવાની કદર પ્રજાએ એમને સન ૧૯૨૬ માં એક જાહેર મેળાવડે કરી એમને રૂ. ૯૦૦૦ ની એક પર્સ અર્પણ કરીને કરી હતી; એ એમની બહોળી લોકપ્રિયતાની અને કીર્તિની અચૂક નિશાની છે. વળી એમને એમના ગ્રંથ માટે હિન્દુ, પારસી અને ઇસ્લામી ગૃહસ્થા તરફથી જૂદી જૂદી વખતે ઈનામની સારી રકમો મળી હતી; અને “રાસ્ત ગોફતાર પત્રના માલિક મેસર્સ બેહરામજી ફરદુનજી ની કંપનીએ પણ એમને છૂટા થતી વખતે રૂ. ૫૦૦) નું ઍનરેરીઅમ બક્ષી, એમના કાર્યથી સંતોષ દાખવ્યો હતો. એમના પ્રિય વિષયો ઇતિહાસ, દંતકથા અને ગુજરાતી ભાષા શુદ્ધિ છે. એમના ગ્રંથ જ એમના વિશાળ વાચન અને ઉંડા અભ્યાસની સાક્ષી પુરશે. વધારે ખુશી થવા જેવું એ છે કે ઘણાં વર્ષોથી શુદ્ધ ગુજરાતી લખવાની તેઓ હિમાયત કરતા આવ્યા છે; અને પારસી લેખકો પર એની સારી અસર નથી થઈ એમ તે નહિજ કહી શકાય.
ગુજરાતી પત્રકારિત્વને ખીલવવામાં અને તે પત્રકારિત્વની ઉચી પરંપરા ઉભી કરવામાં એમને હિસ્સે થડે નથી. એક બાહોશ તંત્રી તરીકે એમનું નામ જાણીતું છે; અને એક વિદ્વાન અને ગ્રંથકાર તરીકે પણ એમણે સારી પ્રતિષ્ઠા અને માન મેળવ્યાં છે.
૧૨૨