________________
હાનાલાલ દલપતરામ કવિ
અરમાં કલકત્તામાંના અત્યાચારોને કારણે સરકારની ત્યારની રાજનીતિના વિરોધ તરીકે પોતે પગાર કે પેન્શનની પરવા કર્યા વિના રાજીનામું આપ્યું. નિવૃત્ત થયા પછી તેઓ અમદાવાદમાં આવી રહ્યા છે.
એમનું લાંબુ કાવ્ય “વસન્તોત્સવ’ સન ૧૮૯૯ માં પ્રથમ “જ્ઞાન સુધા'માં ડોલન શૈલીમાં પ્રકટ થયું ત્યારે સાહિત્ય દુનિયામાં કંઇક આશ્ચર્ય સાથે પ્રત્યાઘાત થયો હતો. એ નવીન ડાલન શૈલીની સામે એકસ વર્ગ વિરુદ્ધ અભિપ્રાય ધરાવે છે તેમ છતાં ગુજરાતી કાવ્યસાહિત્યમાં, તેમણે નવીન માર્ગ ખોલ્યા છે, અને તે એમનાં કાવ્યની વિશિષ્ટતા થઈ પડી છે. એમના રાસ પણ દયારામની ગરબીની પેઠે ગુજરાતી જનતામાં અત્યંત આકર્ષક નિવડ્યા છે; અને બીજા અનેક લેખકોએ એનું અનુકરણ કર્યું છે, તે એમના રાસેની સફળતા તેમ લોકપ્રિયતા સૂચવે છે. વળી પ્રાશ્ચાત્ય ગેય કાવ્યનું એકલું અનુકરણ કે ભાષાંતર ન કરતાં, જનાં પ્રચલિત લોકગીતના રાહ લઈ નવીન કાવ્ય-ગરબી અને રાસ રચી એમણે ગુજરાતી કાવ્યસાહિત્યને તેમાં માધુર્ય, પ્રસાદ, પદલાલિત્ય અને તાલબદ્ધતા આણી, સમૃદ્ધ કર્યું છે; અને તેની રસિકતા અને ભાવ, રસ અને કલ્પનાની તરબોલતાના કારણે એમને અર્વાચીન ગુજરાતી કવિઓમાં અગ્રસ્થાને મૂકવામાં આવે છે.
એક કવિ તરીકે એમણે સારી કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યો છે; એટલું જ નહિ પણ ગુજરાતીમાં સ્વતંત્ર નાટક રચીને પોતે ચિરસ્થાયી સ્થાન મેળવ્યું છે. વાચકવર્ગમાં એવા થોડાક જ મનુષ્ય હશે, જેઓ એમની કૃતિઓ, ઈદુ કુમાર” અને “જયા જયન્તથી થોડા ઘણે અંશે પણ પરિચિત નહિ હોય. એ નામ ગુજરાતી જનતામાં સર્વ સામાન્ય થઈ પડ્યાં છે; અને એમના અન્ય ગ્રંથ, વિશ્વગીતા, પ્રેમકુંજ, રાજર્ષિ ભરત, જહાંગીર નૂરજહાંનમાં પણ એમની તેજસ્વી કલમ ઝળકી રહે છે તેમજ એમની બીજી કેટલીક કૃતિઓ હજુ અપ્રસિદ્ધ પડેલી છે, તે માટે રસિક વાચકવર્ગ ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે.
આપણે અહિં લાંબાં કે વીર રસનાં કાવ્યોના લેખકો થોડાક જ મળી આવે છે. પણ એમણે હમણાં કુરુક્ષેત્ર-મહાભારતના સંગ્રામનું એક વીર કાવ્ય ઈ. સ. ૧૯૨૬ થી છપાવવા માંડયું છે, જેના છ કાંડ પ્રકટ થઈ ચૂક્યા છે. એ મહાકાવ્યની કદર કરીને ભાવનગર રાજ્ય ઇ. સ. ૧૯૩૦ થી કવિશ્રીને રૂ. ૫૦૦ નું વર્ષાસન બાંધી આપ્યું છે. સન ૧૯૨૭માં એમની સુવર્ણ જ્યુબિલિ નિમિત, ગુજરાતના મુખ્ય
૧૧૭