________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી.
એ જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ છે. વતની કાઠિયાવાડ, ગેંડલ સંસ્થાનના સરસાઈ ગામના અને ત્યાંજ એમનો જન્મ તા. ૨૬ મી ઓકટોબર ૧૮૯૨ ના રોજ થયો હતો. એમના પિતાનું પૂરું નામ વલભજી કુંવરજી દ્વિવેદી અને માતાનું નામ રામકુંવર છે. એઓ મેટ્રીક થયેલા છે; તે પછી તેઓ પત્રકારના ધંધામાં જોડાયેલા છે. હાલમાં આઠ વર્ષથી મુંબાઈમાં જાણીતા અઠવાડિક પત્ર “ગુજરાતી માં મદદનીશ લેખકનું કામ કરે છે. એમને અભ્યાસનો પ્રિય વિષય ઇતિહાસ છે અને ફૉર્બસ સભાએ એ કારણે “ગુજરાતનાં ઐતિહાસિક સાધન સંગ્રહ ભા. ૧, ૨ એડિટ કરવાનું એમને સુપ્રત કર્યું હતું. “રાષ્ટ્રીય જીવન” એ નામની એક નવલકથા મરાઠી પરથી એમણે લખેલી છે, અને ગુજરાતી, બે ઘડી મોજ, હિન્દુસ્તાન, વગેરે પત્રોમાં તેઓ અવારનવાર ટુંકી વાર્તાઓ, નવલકથા, ડિટેકટીવ વાર્તા વગેરે લખતા રહે છે.
એમના ગ્રંથોની યાદી રાષ્ટ્રીય જીવન
સન ૧૯૨૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધને ભા. ૧, ૨
સન ૧૯૨૮
૧૧૪