SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી-બારિસ્ટર ઍટ-લે જાતે વિસનગરા નાગર બ્રાહ્મણ છે. જન્મ ઈ. સ. ૧૮૫૭ માં ૧૧ મી ઓકટોબરના રોજ સુરતમાં થયો હતો. મૂળ વતની કપડવણજના પણ એમના દાદાના પિતા અમદાવાદમાં આવી રહેલા. એમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી અને પછીથી પુનાની સાયન્સ કોલેજમાં કેટલોક સમય અભ્યાસ કરેલો. ત્યાંથી એમની નિમણુંક રાજકેટમાં કાઠ્યિાવાડ ટ્રેનિંગ કૅલેજમાં થયેલી, જ્યાં તેઓ છેલ્લા એસિસ્ટંટથી એકટિંગ પ્રિન્સિપાલના હોદ્દા સુધી પહોંચેલા. સરકારી નોકરી સાથે સાર્વજનિક હિલચાલ અને જાહેર કાર્યોમાં પણ તેઓ રસપૂર્વક ભાગ લેતા, તેઓ લેંગ લાયબ્રેરી અને વૈટસન મ્યુઝિયમના ઘણાં વર્ષ સુધી એ. સેક્રેટરી હતા. હાલનું રાજકોટનું બાર્ટને મ્યુઝીઅમ અને લેંગ લાઇબ્રેરી, એ બે સંસ્થાઓને સમૃદ્ધ અને આબાદ કરવામાં એમનો ફાળે થડો નથી; એ કિમતી સેવા બદલ એ સંથાઓના કાર્યકર્તાઓએ એમની છબી ત્યાં મૂકેલી છે. ૧૮૯૩માં એમણે કાઠિયાવાડ સંગ્રહસ્થાન ભર્યું હતું. એક વર્ષ સુધીની જાત મહેનતના પરિણામે એ પ્રદર્શન ઘણું ફતેહમંદ થયું હતું. પ્રદર્શનમાં આવેલા સામાન વડે મ્યુઝીયમ ભરી નાંખ્યું હતું. એમની કાર્યદક્ષતા અને બાહોશીથી, તેમ માયાળુ અને હેતાળ સ્વભાવથી તેમના સમાગમમાં આવનાર સૌ કોઈના દિલ તેઓ હરી લેતા; અને યુરોપિયનમાં પણ તેઓ એટલા જ લોકપ્રિય હતા. એમની બુદ્ધિની ચંચળતા અને અભ્યાસ માટેની ધગશના કારણે, તેમને કાઠિયાવાડના કેટલાક રાજ તરફથી એમન યૂરોપિયન મિત્રોની સુચનાથી ઈગ્લાંડ ભુસ્તર વિદ્યાને અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા; ત્યાં એ વિષયના અભ્યાસ સાથે, પોતે બેરિસ્ટર પણ થઈ આવ્યા અને ગુજરાતમાં ભુસ્તર વિદ્યા મંડળના સભ્ય–ફલો તેઓ પ્રથમ જ હતા. વળી ત્યાંના વસવાટ દરમિયાન યલ એશિયાટિક સોસાઈટીના સભાસદની ઉપાધિ પ્રાપ્ત કરેલી. અહિં પાછા આવ્યા પછી સરકારી નોકરીનું રાજીનામું આપી, તેઓ પ્રેકટીશ કરે છે; અને જુદી જુદી જાહેર હિલચાલોમાં આગળ પડતો ભાગ લે છે અને રીલીઝડ પ્રિઝનર, મુંગા પ્રાણી પ્રત્યે દયા બતાવનારું મંડળ, એ બે સંસ્થાના પ્રાણ અને મુખ્ય સંચાલક છે. ગુજ રાત વર્નાકયુલર સેસાઈટીના સભાસદ પણ ઘણા વર્ષોથી છે અને તેની મેનેજીંગ કમિટીના કામકાજમાં ઉત્સાહપૂર્વક આગેવાનીમાં ભાગ લે છે.
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy