________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છગનલાલ હરિલાલ પંડયા
જાતે વડનગરા નાગર બ્રાહ્મણ, વતની નડિયાદના. એમને જન્મ. ઈ. સ. ૧૮૫૯ માં નડિયાદમાં થયો હતે. એમનાં માતુશ્રીનું નામ બેનબા કિરપાદત્ત પંડયા હતું. એમણે ગુજરાતી તથા અંગ્રેજી શિક્ષણ નડિયાદમાં જ લીધું હતું, અને મેટ્રીક પાસ થયા બાદ ઉચી કેળવણી મુંબઈની એલ્ટીન્સ્ટન કૅલેજમાં લીધી હતી.
એઓએ ઈ. સ. ૧૮૮૦ ના વર્ષમાં બી. એ. ની પરીક્ષા સેકન્ડ ક્લાસમાં “એનસ” સાથે પાસ કરી હતી. તે ઉપરાંત ઇતિહાસના વિષયમાં ઉંચામાં ઉંચા માર્ક મેળવવાથી તેમને જેમ્સ ટેલર પ્રાઈઝ, તથા ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં પ્રથમ સ્થાને આવવાથી ઇંગ્લંડન કૅન્ડન કલબ મૅડલ મુંબઈ યુનીવર્સીટી તરફથી મળ્યાં હતાં. આવી રીતે એલફન્સ્ટન કૉલેજમાંથી તેઓ ઉચ્ચ પદે ઉત્તીર્ણ થયેલા હોવાથી તેમને તે કોલેજમાં એનરરી દક્ષિણ ફેલ નીમવામાં આવ્યા હતા. . કૅલેજમાં એમના સહાધ્યાયીઓમાં પ્રોફેસર નરસિંહરાવ ભેળાનાથ દિવાટીઆ, ( હાલ દિવાન બહાદુર) કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ દ્વિવેદી, તથા સ્વ. રા. બ.કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વિ. વિખ્યાત પુરૂષ હતા.
એમનું પ્રથમ લગ્ન સ્વર્ગથે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનાં નાનાં બેન સૌ. સમર્થ લક્ષ્મી જોડે ઇ. સ. ૧૮૭૨ માં થયું હતું. એમના જ્યેષ્ઠ પુત્ર છે. કાન્તિલાલ પંડયા. (એમ. એ., પી. એચ. ડી, લંડન, વિ.) એક ગુજરાતી સાકર અને વિજ્ઞાન શાસ્ત્રના ઉંડા અભ્યાસી તરીકે સુપ્રસિદ્ધ છે. એમની પુત્રી સૌ. વસંતબાનું લગ્ન વિખ્યાત વક્તા અને વિદ્વાન ચંદ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ., એલ. એલ. બી, એડવોકેટ, જોડે થયું હતું, પરંતુ તેઓ નાની વયે ઈ. સ. ૧૯૧૬ માં મૃત્યુ પામ્યાં છે.
કોલેજમાંથી છુટા થયા બાદ તેઓ રાજકેટ, ભાવનગર તથા અમદાવાદ હાઈસ્કૂલમાં ક્રમસર શિક્ષક નીમાયા હતા. તે પ્રસંગે તેમને હાલના માનવંતા સર પ્રભાશંકર પટ્ટણી, સર મનુભાઈ (માજી દીવાન, વડોદરા,) તથા હાલના દિવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી વિગેરેને શિક્ષણ આપવાનું માન મળ્યું હતું.