________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ચશકર અમૃતલાલ બુચ, બી. એ.,
એઓ સાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. મૂળ વતની કચ્છ રાજ્યના મુન્દ્રા ગામના, અને જન્મ ભાદ્રપદ વદ ત્રીજ સં. ૧૯૫ર ના રોજ મુંબાઇમાં થયો હતો. એમના પિતાનું નામ અમૃતલાલ જટાશંકર બુચ છે. એઓએ મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા સન ૧૯૧૮ માં
નર્સ સહિત, ભાષા (સંસ્કૃત) વિષય લઈને બીજા વર્ગમાં પસાર કરી હતી; અને તે પછી પાંચ વર્ષ સુધી સેંટ ઝેવીઅર કૅલેજમાં તેમણે સંસ્કૃત અને અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. તેમજ મુંબઈની શ્રીમભગવદ્ગીતા પાઠશાળામાં ત્રણ વર્ષ શાસ્ત્રી તરીકે કામ કર્યું હતું. અત્યારે તેઓ સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપનીના કરાંચી ઍફીસના મેનેજર છે. એમને પ્રિય વિષય સમાજશાસ્ત્ર છે. સન ૧૯૨૦ માં સુરતમાંથી “ચેતન' માસિક બહાર પડયું હતું, તેના પાછલા વર્ષ માં તેઓ સહતંત્રી હતા–પ્રથમ બટુભાઈ અને વિજયરાય વગેરે મંડળ સાથે અને પછી શ્રીમતી જયસ્ના
હેન શુકલ સાથે. એમના છૂટક લેખ અને નાટિકાઓ તે પછી અવારનવાર માસિકમાં આવતા રહી, તે વિચારપૂર્ણ જણાયાં છે. વળી "નાગરિક નામનું એક ત્રિમાસિક તેઓ રા. ડેલરરાય માંકડ સાથે કરાંચીથી બહાર પાડે છે અને તેમાં પણ એમની વિદ્વત્તા અને સંસ્કારિતાની છાપ દૃષ્ટિગોચર થાય છે. હમણું બહાર પડેલો એમને રૂદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય વિષે નિબંધ, એઓ ઐતિહાસિક અન્વેષણમાં કેટલા ઝીણું અને ઉંડા ઉતરેલા છે, એને સરસ ખ્યાલ આપે છે અને એક મૌલિક લેખ તરીકે અભ્યાસી વર્ગમાં તેને સારો સત્કાર થયેલો, એના વિષે પ્રકટ થયેલા અભિપ્રાય કહી આપે છે.
એમને ગ્રંથ: રૂદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય
સને ૧૯૨૯