________________
૫૩૪
-૯૯
નહિ પણ જે અભિપ્રાયનું પરિણામ છે, એવા પડછાયાને જ એ જાણે
– અહીં ઠીક ઠીક જાગ્રત થાય ત્યાર પહેલાં, સ્વપ્નાં જેતે અને કાં ખાતે (૬) એ નીચલી દુનિયામાં જાય છે અને અંતિમ નિષ્ટતા પ્રાપ્ત કરે છે.
એ બધામાં હું જરૂર તમારી સાથે સંમત થાઉં.
અને તમારા આદર્શ નગરરાજ્યનાં જે બાળકોને તમે ઉછેરી તથા કેળવણી આપી રહ્યા છે તેમને એવાં નહિ જ થવા દે—જે આદર્શ કદી પણ અસ્તિત્વમાં આવે તો- તમારા ભાવિ શાસકેને, પોતામાં કશી બુદ્ધિ ન હોય, અને છતાં સૌથી વધારે મહત્ત્વની બાબતમાં જેમને અધિકારપદે સ્થાપવામાં આવ્યા છે –તેવાં જડસા જેવાં તમે નહિ થવા દો.
અવશ્ય નહિ જ.
ત્યારે પ્રશ્નો પૂછવામાં તથા તેના જવાબો આપવામાં સૌથી વધારે નૈપુણ્ય કેળવવા શક્તિમાન થાય એવું શિક્ષણ એમને આપવામાં આવશે એ કાયદો તમે કરશે ખરું ને ?
(_) તેણે કહ્યું તમે અને હું ભેગા મળીને ઘડીશું.
ત્યારે વિજ્ઞાનની શાખાઓનું શિખર આક્ષિકી છે, અને બધી શાખાઓની ટોચે એ વિરાજમાન છે એ તમે કબૂલ કરશે; બીજું— કઈ પણ વિજ્ઞાન એનાથી ઊંચે મૂકી શકાય નહિ, જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે કે એનાથી આગળ એ જઈ શકે નહિ ?
તેણે કહ્યું હું કબૂલ થાઉં છું.
(પ૩૫) પરંતુ અભ્યાસના આ વિષયો કેને સેંપવા અને કઈ રીતે સેંપવા એ પ્રશ્નોને હજી વિચાર કરવાનો રહે છે.*
હા, એ સ્પષ્ટ છે.
મેં કહ્યું: શાસનકર્તાઓ અગાઉ કઈ રીતે ચૂંટવામાં આવ્યા હતા એ તમને યાદ હશે ?
* મુદ્દો ૪. શિક્ષણને સમગ્ર કાર્યક્રમ